Surat: અમેરિકાના 25 ટકા ટેરિફની જાહેરાતથી સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી અને ડાયમંડ સેક્ટરમાં ચિંતાનો માહોલ, PM મોદી તરફ આશાની મીટ

ભારત પાસે અમેરિકા સિવાય અન્ય દેશના વિકલ્પો છે. ટેરિફથી અમેરિકન નાગરિકોને જ મોંઘવારી નડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 01 Aug 2025 05:08 PM (IST)Updated: Fri, 01 Aug 2025 05:08 PM (IST)
surat-news-us-president-donald-trump-tariffs-effect-on-gems-and-jewellery-and-diamond-industries
HIGHLIGHTS
  • વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં બને, જેનો સૌથી મોટો ખરીદાર USA છે
  • ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને ભારત સરકાર અને ખાસ કરીને PM મોદી પર વિશ્વાસ

Surat: અમેરિકના રાષ્ટ્રપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતો. જે હવે આગામી 7 ઓગસ્ટથી લાગુ થવાનો છે, ત્યારે તેની સૌથી મોટી અસર સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગને થવાની છે. વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં બને છે, જેનો સૌથી મોટો ખરીદાર દેશ અમેરિકા છે.

આ અંગે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિઝનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર અસર જોવા મળશે. જો કે ઈન્ડસ્ટ્રીઝને ભારત સરકાર પાસે ઘણી અપેક્ષા છે.

અમને ખાતરી છે કે, ભારતના વડાપ્રધાન મોદી જે પ્રમાણે વિશ્વના અલગ-અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યા છે, તે પ્રમાણે અમેરિકા સાથે પણ વાટાઘાટો કરી છે. આગામી દિવસોમાં તેનું પોઝિટિવ રિઝલ્ટ પણ જોવા મળી શકે છે.

naidunia_image

આજે ભારતની અંદરથી જે પણ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે, તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એક્સપોર્ટ થતા હોય છે. આજે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. 75 ટકા વિશ્વની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની જે કાઈ ખરીદી થાય છે, એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે. જો કે નેગેટીવ એપ્રોચ નહી રાખતા ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમે વિશ્વાસ રાખીએ છીએ. અમને ખાતરી છે કે, આ બાબતે ચોક્કસ કાઈ પોઝિટિવ રિઝલ્ટ લાવશે. જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકશાન થતા બચે.

બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના રિઝનલ ચેરમેન જયંતિ સાવલિયાએ જણાવ્યું કે, અમેરિકા દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી પર 25 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાડવામાં આવી, તેનાથી ઈન્ડસ્ટ્રીઝમાં ચિંતાનો માહોલ છે. આગામી દિવસોમાં તેની અસર પણ થશે.

આપણું એક્સપોર્ટ થોડું ઘટશે, પરંતુ જે પ્રકારે આપણા પર ટેરીફ લગાડવામાં આવ્યો છે, તેવી જ રીતે બીજા દેશો પણ પણ ટેરીફ લગાડ્યો છે. 10 બિલિયન ડોલરનું આપણું અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થતું હતુ.

naidunia_image

આપણા માટે અમેરિકા મુખ્ય સપ્લાયર હતો. આ સિવાય ચીન, ઈઝરાયલ, ઈટલી જેવા દેશો પણ તેમના ઈમ્પોર્ટરો હતો. એમના ઉપર પણ ડ્યુટી લગાવવામાં આવી છે. ભારત માટે તો અન્ય દેશના વિકલ્પો છે, પરંતુ આ નિર્ણયથી અમેરિકાના નાગરિકોને જ તમામ વસ્તુઓ મોંઘી મળશે. ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી અમેરિકન નાગરિકોને જ વધુ નુકસાન થસે.

આપણા માટે નવા ટ્રેડ ભરેલા દેશ છે. UK સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે. જેમાં 0 ટકા ડ્યૂટીથી આપણે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરી શકીએ છીએ. UK દ્વારા આખું યુરોપનું માર્કેટ કવર કરી શકાય છે. દુબઈ સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે. જ્યાંથી આપણે અન્ય અનેક દેશોને કનેક્ટ કરી શકીએ છીએ.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. આથી હવે આપણે અન્ય નવા વિકલ્પો શોધવાની જરૂર છે. આપણે ખાલી અમેરિકા પર આધાર રાખીને બેસી ના રહેવું જોઈએ. આવનારો સમય જેમ્સ એન્ડ જ્વેલરી માટે કપરો છે, પરંતુ વિકલ્પો પણ એટલા જ છે. આમ આપણે નેગેટિવ નહી પણ પોઝિટિવ સાઈડ જોઈએ તો આપણી પાસે બીજા દેશોના વિકલ્પો છે.