Surat: માતા-પિતાએ સાયકલ ના અપાવતા 13 વર્ષના બાળકે ગુસ્સામાં ઘર છોડ્યું, ઉત્તર પ્રદેશથી ટ્રેનમાં બેસીને સુરત સ્ટેશને પહોંચી ગયો

સ્કૂલમાં મિત્રો સાયકલ લઈને આવતા હોવાથી તેણે પણ સાયકલ માંગી હતી, પરંતુ માતા-પિતાએ ઈનકાર કરતાં પ્રયાગરાજ સ્ટેશને પહોંચ્યો અને જે ટ્રેન આવી તેમાં બેસીને સુરત આવી ગયો હતો. SHE ટીમે બાળક પાસેથી પિતાનો નંબર મેળવી પરિવારને જાણ કરી સુરતમાં રહેતા તેના મામાને સોંપી દીધો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Sep 2026 05:41 PM (IST)Updated: Fri, 18 Sep 2026 05:41 PM (IST)
surat-news-up-child-runs-away-to-surat-over-bicycle-dispute-reunited-after-she-team-intervenes
HIGHLIGHTS
  • 15 સપ્ટેમ્બરે સ્કૂલે જવા નીકળ્યા બાદ તરુણ ઘરે પાછો ના ફરતાં પરિવાર ચિંતિત હતો


Surat News: ઉત્તર પ્રદેશમાં રહેતા એક પરિવારનો 13 વર્ષીય દીકરો ટ્રેનમાં બેસીને સુરત પહોચી ગયો હતો. માતા પિતાએ સાયકલ ન અપાવતા તે ગુસ્સે થઈને ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો. સુરત સ્ટેશન પર રેલ્વે સ્ટેશન પર બાળકને એકલો બેઠેલો જોઇને પોલીસની શી ટીમે પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો

આ અંગે મળતી માહિતી મુજબ, સુરતના રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 1 પર 13 વર્ષીય બાળક એકલો બેસેલો હતો. જેથી પોલીસની SHE ટીમે બાળકની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં બાળકના વાલી વારસ અંગે કોઈ વાતચીત કરતો ન હતો. જેથી પોલીસે બાળકને ચાઈલ્ડ કોર્નર ખાતે લઇ જઈ બાળકને વિશ્વાસમાં લીધો હતો અને તેની પૂછપરછ કરતા બાળકની ઉમર 13 વર્ષ હોવાનું સામે આવ્યું હતું.

બાળકે પોલીસને જણાવ્યું હતું કે, તે ઉતર પ્રદેશના પ્રયાગરાજનો વતની છે અને તેના મિત્રો શાળાએ સાયકલ લઈને આવતા હોવાથી તેણે પણ માતા પિતા પાસે સાયકલ અપાવવાની માંગ કરી હતી. જો કે માતા પિતાએ સાયકલ અપાવવાની ના કહેતા બાળક ગુસ્સે થઈને 15 સપ્ટેમ્બરના રોજ ઘરેથી નીકળી પ્રયાગરાજ રેલ્વે સ્ટેશન પર પહોચ્યો હતો, જ્યાંથી તે કોઈ ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો. SHE ટીમે બાળક પાસેથી તેના પિતાનો નંબર મેળવીને તેના પરિવારને જાણ કરી હતી.

બાળકના પરિવારે જણાવ્યું કે, તે 15 સપ્ટેમ્બરના રોજ શાળાએ જવા માટે નીકળ્યો હતો જે બાદ સાંજ સુધી તે ઘરે પરત ફર્યો ન હતો અને તેની શોધખોળ કરતા હતા. બીજી તરફ બાળકના મામા સુરતમાં જ રહેતા હોય પોલીસે તેમનો સંપર્ક કરતા તેના મામા સુરત રેલ્વે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. જ્યાં પોલીસે જરૂરી આધાર પુરાવા અને નિવેદન મેળવી બાળકનો કબજો તેના મામાને સોપ્યો હતો.