Surat: ગોથાણ બ્રિજ પર બે ટ્રક ધડાકાભેર ભટકાઈ, ફાયર વિભાગે ફસાઈ ગયેલા ડ્રાઈવરને કેબિન કાપીને માંડ બહાર કાઢ્યો

ભીષણ ટક્કરના પગલે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળ્યો. 108ની મદદથી ઘાયલ ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Mar 2026 09:56 PM (IST)Updated: Tue, 10 Mar 2026 09:56 PM (IST)
surat-news-two-trucks-crash-on-gothan-bridge-driver-pulled-out-after-fire-team-cuts-cabin
HIGHLIGHTS
  • એક ટ્રકની પાછળ પુરપાટ ગતિએ આવતી બીજી ટ્રક ઘુસી ગઈ

Surat: સુરત શહેરમાં ગોથાણ બ્રિજ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો વચ્ચે થયેલી આ ટક્કરમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતમાં ગોથાણ બ્રિજ પર આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક ટ્રકની પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાછળની ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો.

આ અકસ્માત અંગેની જાણ ફાયર અને પોલીસને વિભાગને કરવામાં આવી હતી. કોસાડ ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોચી હતી અને ભારે જહેમત બાદ કેબીન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.

ડ્રાઈવરના પગના ભાગે ઈજા થઇ હોય તેને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે ઉત્રાણ પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા ટ્રકનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.