Surat: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રકમાં આગ લાગી ગઈ હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ટ્રકનો કેબીનનો ભાગ બળી ગયો હતો, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રકમાં કેબીનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી,આગ પ્રસરી જતા ટ્રકમાં સવાર ચાલક ઉતરી ગયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી પરંતુ આગના કારણે ટ્રકનો કેબીનનો ભાગ બળી ગયો હતો.
આ ઘટનાને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયમન માટે કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
