બેલગાંવમાં વેડ રોડ ગુરુકુળના વિદ્યાર્થીઓનો ડંકો: રોલર સ્કેટિંગમાં 17.93 સેકન્ડમાં 100 મીટર બેકવર્ડ સ્કેટિંગ કરી બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓએ કર્ણાટકના બેલગાંવમાં રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 100 મીટર બેકવર્ડ સ્કેટિંગ માત્ર 17.93 સેકન્ડમાં પૂર્ણ કરીને શાળા અને સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Oct 2026 11:40 PM (IST)Updated: Thu, 01 Oct 2026 11:40 PM (IST)
surat-news-swaminarayan-gurukul-ved-road-students-create-world-record-in-roller-skating-at-belgaum

Surat News : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અંગ્રેજી માધ્યમ શાળાના ત્રણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ કર્ણાટકના બેલગાંવ ખાતે રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ઉજ્જવળ દેખાવ કર્યો છે.

ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓએ ફાસ્ટેસ્ટ 100 મીટર ઓન સ્કેટ્સ બેકવર્ડ સ્પર્ધામાં માત્ર 17.93 સેકન્ડમાં 100 મીટરનું અંતર સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને ઝળહળતી સિદ્ધિ મેળવી શાળા અને સુરત જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Ahmedabad: ઈલેક્ટ્રોથર્મના મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, EILની રૂ. 43.65 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી 

કર્ણાટકના બેલગાંવ ખાતે શિવગંગા સ્કેટિંગ રિંગમાં ગત તા.27 થી 31 મે દરમિયાન 'ફાસ્ટેસ્ટ 100 મીટર ઓન સ્કેટ્સ બેકવર્ડ' (ઊંધા સ્કેટિંગ કરીને સૌથી ઝડપી 100 મીટર અંતર કાપવું) કેટેગરીમાં ગિનિસ રેકોર્ડ માટે સ્પર્ધા યોજાઈ હતી.

આ અત્યંત પડકારજનક સ્પર્ધામાં શાળાના હોનહાર રોલર સ્કેટર્સ વિદ્યાર્થીઓ તક્ષ મહેન્દ્રભાઈ વેકરીયા (ધો. 9C), પ્રિન્સ કાંતિલાલભાઈ સાંગાણી (ધો.10 A) અને ક્રિષ્ના ધર્મેન્દ્રભાઈ નામેરા(ધો. 10 C) એ માત્ર 17.93 સેકન્ડમાં 100 મીટરનું અંતર પાછળની તરફ સ્કેટિંગ કરીને 100 મીટર પૂર્ણ કર્યું સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

વિદ્યાર્થીઓની આ અભૂતપૂર્વ સફળતા પાછળ તેમની કઠોર મહેનત, શાળાના કોચ નીતિન માનપરિયાનું ઉત્તમ માર્ગદર્શન અને પરિવારજનો તથા શાળાના શિક્ષકોનો પ્રોત્સાહન રહેલા છે. આ રેકોર્ડ બનવાથી સમગ્ર ગુરુકુળ પરિવાર અને સ્કેટિંગ જગતમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.

શાળાના સંતગણ, આચાર્યશ્રી અને શિક્ષકોએ ત્રણેય વિદ્યાર્થીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ સિદ્ધિઓ હાંસલ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.