Surat: વરસાદ વચ્ચે શહેરીજનોની સુરક્ષા માટે સુરત પોલીસ સતત ખડેપગે, CCTV કંટ્રોલરૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ

અમારા અધિકારીઓ ખડેપગે રહીને લોકોની બચાવની કામગીરીમાં રહ્યા હતા તેઓએ ટ્રેક્ટર મારફતે, ખભા પર બેસાડીને આ પ્રકારે લોકોને બહાર કાઢ્યા હતા: કમિશનર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Jun 2025 05:25 PM (IST)Updated: Wed, 25 Jun 2025 05:25 PM (IST)
surat-news-special-team-deployed-in-cctv-control-room
HIGHLIGHTS
  • પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની શહેર પર નજર
  • જ્યા મદદ માટે પોલીસ ના પહોંચી હોય, તેઓ 100 નંબર ડાયલ કરે

Surat: સુરતમાં છેલ્લા બે દિવસમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે સુરત શહેર પોલીસ શહેરીજનોના સુરક્ષા માટે સતત ખડેપગે છે.

CCTV કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઇ છે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સહિત પોલીસ અધિકારીઓ CCTV કંટ્રોલ રૂમમાં ખડે પગે હાજર રહી શહેર પર નજર રાખી રહ્યા છે.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં ભારે વરસાદ થયો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થઇ હતી.

ખાડી વિસ્તાર લીંબાયત એરિયામાંપાણી અમુક સોસાયટીમાં ભરાયા હતા આ ઉપરાંત સલાબતપુરા, વરાછા, સારોલી, સરથાણા, મહિધરપુરા ઘણા બધા જે નીચાણવાળા વિસ્તારો હતા, ત્યાં ખૂબ જ પાણી ભરાયા હતા. જેને લઈને લોકોને મુશ્કેલી પડતી હતી.

ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા 4 ફૂટ જેટલું પાણી ભરાયું હતું, ત્યારે સમગ્ર સુરત શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સુચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ પર રહેશે અને આવા વિસ્તારોમાં લોકોને મદદ કરતા રહેશે.

મને ખુબ ગર્વ છે કે, અમારા અધિકારીઓ ખડેપગે રહીને લોકોની બચાવની કામગીરીમાં રહ્યા હતા તેઓએ ટ્રેક્ટર મારફતે, ખભા પર બેસાડીને આ પ્રકારે લોકોને બહાર કાઢ્યા હતા

લોકો ટ્રાફિકમાં ના જાય તે માટે અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમ મારફતે સીસીટીવી કંટ્રોલ રૂમ છે, જે ટ્રાફિક માટે અલાયદો બનાવવામાં આવ્યો છે તેનાથી સમગ્ર સુરત શહેરમાં ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે, ક્યાં વધારે ટ્રાફિક છે તેની પર નજર રાખીને અહિયાંથી જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે, તેના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી હતી કે ક્યાં વિસ્તારમાં નહી જાવ અને ક્યાં વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે બિન જરૂરી કામ વગર ઘરોમાંથી બહાર ના નીકળો મને ખુબ ખુશી છે કે પ્રજાજનોએ અમારી વાતોને માન આપીને બિનજરૂરી રોડ પર નીકળવાનું ટાળ્યું હતું જેથી રોડ પર ટ્રાફિક નિયમનમાં પણ પોલીસને આસાની પડી હતી

વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ અમુક વિસ્તારોમાં પાણી છે ત્યાં કામગીરી ચાલુ છે બીજા વિસ્તારોની સ્થિતિ હમણાં બરોબર છે પરંતુ આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેને ધ્યાનમાં રાખીને સમગ્ર ટ્રાફિક પોલીસ અને તમામ પોલીસ એલર્ટ છે. મારી લોકોને નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય કોઈ તકલીફ હોય અને પોલીસ ત્યાં પહોચી શકી ના હોય તો આપ આપની આજુબાજુના પોલીસ મથકના અને 100 નંબર પર કોલ કરી શકો છો ટ્રાફિક કંટ્રોલ રૂમમાં પણ કોલ કરી શકો છો તાત્કાલિક તમને પોલીસની મદદ મળશે પોલીસ કોર્પોરેશન સહીત બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને તમારી સમસ્યા દૂર કરવાનો પૂરો પ્રયાસ કરીશું