Surat News: સુરતના ઉમરપાડાના સટવાણમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો, વહેલા ધરા ધ્રુજતા લોકો બહાર દોડી આવ્યા

સટવાણ ગામના તલાટી કમ મંત્રી સતીષ ગામીતે જણાવ્યું હતું કે આજે સટવાણ ગામે સવારે 6.04 કલાકે હળવા ભૂકંપના આચંકાનો અનુભવ થયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 12 Nov 2024 11:52 AM (IST)Updated: Tue, 12 Nov 2024 11:52 AM (IST)
surat-news-satwan-village-of-umarpada-taluka-felt-a-mild-earthquake
HIGHLIGHTS
  • ભૂકંપનો આંચકો હળવો હોવાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો
  • ભૂકંપના આચંકા અંગે અધિકારીઓને પણ અમે જાણ કરી હતી

Surat News: સુરત જિલ્લામાં ભૂંકપના આચંકા અનુભવાયા હતા. ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે ભૂકંપના હળવા આચંકાનો અનુભવ લોકોને થયો હતો. ધરતી ધ્રુજતા લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. ભૂકંપનો આંચકો હળવો હોવાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ભૂકંપ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી.

સુરત જિલ્લામાં વહેલી સવારે ધરા ધ્રુજી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે વહેલી સવારે હળવા ભૂકંપના આચંકાનો અનુભવ થયો હતો. સવારે 6.04 વાગ્યે ભૂકંપના આચંકાનો અનુભવ લોકોએ કર્યો હતો. ઘરમાં વાંસણો ખખડતા લોકોને આચંકાનો અનુભવ થયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની કે નુકશાની થવા પામી ના હતી. આ મામલે તંત્રને જાણ કરવામાં આવી છે.

સટવાણ ગામના તલાટી કમ મંત્રી સતીષ ગામીતે જણાવ્યું હતું કે આજે સટવાણ ગામે સવારે 6.04 કલાકે હળવા ભૂકંપના આચંકાનો અનુભવ થયો હતો. જેની જાણ અમને સ્થાનિકો અને સરપંચ દ્વારા થઇ હતી જે અંગેનો રીપોર્ટ અમે ઉપલી કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને મોકલી આપ્યો છે. ભૂંકપના કારણે કોઈ પણ નુકશાની કે જાનહાની થઇ નથી.

ઉમરપાડા તાલુકાના બીજેપીના મહામંત્રી અમિષ વસાવાએ જણાવ્યું હતું કે આજે સવારે ઉમરપાડા તાલુકામાં સટવાણ ગામે અને આજુબાજુના ચારથી ૫ ગામોમાં ભૂકંપના આચંકા સવારે 6.04 મીનીટે અનુભવાયા હતા. ગામના આગેવાનો મામલતદાર અને તલાટી સાથે ચર્ચા કરતા અને ટેલીફોનીક વાત કરતા કોઈ નુકશાની કે જાનહાની થઇ નથી. ઉમરપાડા તાલુકામાં ભૂકંપના આચંકા અંગે અધિકારીઓને પણ અમે જાણ કરી હતી.