Surat: બોરસદ ગામની સીમમાં ઝાડી-ઝાંખરામાં છૂપાવેલ રૂ. 2.53 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

સુનિલ કાદવાલી નામના બુટલેગરે દારૂનો જથ્થો ઉતારીને છૂપાવ્યો હતો, જેને વૉન્ટેડ જાહેર કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 30 Nov 2024 05:59 PM (IST)Updated: Sat, 30 Nov 2024 05:59 PM (IST)
surat-news-rs-2-53-lakh-liquor-seized-at-borsad-village

Surat: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસદ ગામની હદમાં ઝાડી ઝાંખરામાં છુપાવેલો વિદેશી દારૂનો જત્થો સગેવગે થાય, તે પહેલા જ સુરત જિલ્લા LCB પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે 2.53 લાખની કિંમતનો દારૂનો જત્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળ તાલુકાના બોરસદ ગામની હદમાં સુનીલ કાદવાલીએ વિદેશી દારૂનો જત્થો ઉતારી છુપાવેલો હતો અને ત્યાંથી સગેવગે કરવાનો હતો. આ દરમ્યાન સુરત જિલ્લા એલસીબી પોલીસે ત્યાં દરોડો પાડી ખેતરની બાજુમાં ઝાડી ઝાંખરામાં છૂપાવેલો વિદેશી દારૂનો જત્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે 2,53,224 રૂપિયાની કિમંતનો વિદેશી દારૂનો જત્થો જપ્ત કર્યો હતો તેમજ વિદેશી દારૂનો જત્થો મંગાવી છુપાવનાર સુનીલ કાદવાલીને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.