Surat: ડુમસ રોડ પર ડમ્પર અડફેટે સિક્યુરિટી સુપરવાઈઝરનું મોત થતાં પોલીસની કાર્યવાહી, પ્રતિબંધિત સમયે શહેરમાં પ્રવેશતાં 39 વાહનો ડિટેઈન કર્યાં

પ્રતિબંધિત સમય દરમ્યાન વાહનો સિટીમાં પ્રવેશ કરતા હોય છે અને એના દ્વારા મોટી જાનહાનિ થતી હોય છે, ક્યાં તો ફેટલ જેવા અકસ્માતના બનાવો બનતા હોય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 Aug 2025 05:47 PM (IST)Updated: Wed, 06 Aug 2025 05:47 PM (IST)
surat-news-police-detain-more-than-39-heavy-vehicles-after-dumper-accident-on-dummas-road
HIGHLIGHTS
  • ગફલત રીતે વાહન હંકારતા હોય તેના ચાલક વિરુદ્ધ FIR દાખલ

Surat: સુરત શહેરમાં પોલીસ દ્વારા પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરતા હોય તો તેની સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ 39 જેટલા વાહનો ડીટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત શહેરમાં પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશતા ભારે વાહનોને સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા હતા અને આવા 39 જેટલા વાહનોને ડીટેઈન કર્યા છે. આ ઉપરાંત ગફલતભરી રીતે વાહન ચલાવતા હોય તો તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગતરોજ ડુમસ રોડ રાહુલ રાજ મોલ પાસે ડમ્પરની અડફેટે સિક્યુરીટી સુપરવાઈઝરનું મોત નીપજ્યું હતું.

ટ્રાફિક એસીપી એસ.આર.ટંડેલે જણાવ્યું કે, સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતએ ખાસ સુચના કરી હતી કે પ્રતિબંધિત સમય દરમ્યાન વાહનો સિટીમાં પ્રવેશ કરતા હોય છે અને એના દ્વારા મોટી જાનહાનિ થતી હોય છે, ક્યાં તો ફેટલ જેવા અકસ્માતના બનાવો બનતા હોય છે તેમાં ઘટાડો થઇ શકે તે માટે સુરત શહેરમાં તમામ નાકા પોઈન્ટ પર અલગ અલગ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. જ્યાં આવા વાહનોને પકડીને તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને જો ગફલતભરી રીતે વાહન ચલાવતા હોય તો તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી રહી છે અને 39 જેટલા વાહનોને હાલ અમે ડીટેઈન કર્યા છે.