Surat: ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 22 માર્ગો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ વેકલપિક માર્ગ પણ આપવામાં આવ્યા છે. જેથી લોકોને અવર જવરમાં કોઈ હાલાકી ન થાય.
ગણપતિ વિસર્જન નિમિતે મોટી સંખ્યામાં ગણપતિજીની મુર્તિઓનુ વિસર્જન કરવા પોત-પોતાના વિસ્તારમાંથી યાત્રાઓ નીકળે છે, ત્યારે આ સંજોગોમાં ટ્રાફિકની સ્થિતિને ધ્યાને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને 22 માર્ગો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ વેકલપિક માર્ગ પણ આપવામાં આવ્યા છે.
તમામ સિટી બસ તથા BRTSના રૂટ સદંતર બંધ રાખવામાં આવશે
સુરત શહેરમાં આ વર્ષે પણ ગણેશોત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ થીમ પર હજારો પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી દરમ્યાન આવતી કાલે ગણેશવિસર્જન છે, ત્યારે સુરત શહેરમાં એક તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બીજી તરફ જાહેર જનતાના હિતાર્થે તથા સુરક્ષિત ટ્રાફિક નિયમન સરળતાથી થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુચારૂ ટ્રાફિક નિયમન કરવું ટ્રાફિકની દ્રષ્ટીએ ખૂબજ જરૂરી છે. આથી સુરત પોલીસે 17મી સપ્ટેમ્બરનાં રોજ 'ગણપતિ વિસર્જન' દરમિયાન સવારનાં કલાક 7:00થી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યા સુધી 22 માર્ગો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ વેકલપિક માર્ગ પણ આપવામાં આવ્યા છે જેથી લોકો ને અવર જવર માં કોઈ હાલાકી ન થાય
આખો દિવસ વિસર્જન હોવાથી શહેરના અનેક રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય રસ્તાઓ પર વિસર્જનની યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
જેમાં અઠવાગેટ, SVNIT, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની RTO ટી-પોઇન્ટ, અઠવા ઓવર બ્રીજ, સરદાર તાપી બ્રીજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ, ભાઠા ગામ, ONGC સર્કલ, ક્રિભકો ઓવર બ્રીજ, મોરા સર્કલ, L&T, હજીરા બટ ઓવારા, ગજેરા રત્નામાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષબાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દાંડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, ONGC સર્કલ પરવત પાટીયા, કબુતર સર્કલ, ભાટેના સર્કલ, ખરવરનગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવર બ્રીજ, બ્રેડલાઇનર સર્કલ, અણુવ્રત દ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજ હંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઇવે રોડ એસ.કે.નગર ઓવર બ્રીજ તથા અન્ય વિસ્તારોની BRTS તેમજ સીટી બસોની સેવા સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. જેથી મંગળવારે ગણેશ વિસર્જનનાં દિવસે તમામ સિટી બસ તથા BRTSના રૂટ સદંતર બંધ રાખવામાં આવશે.
