Surat: ગણેશ વિસર્જનને લઈને સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત, આવતીકાલે નાની-મોટી મળીને 80 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થશે

સાડા 400 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ, 900 જેટલા બોડીવોર્ન કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2 હજાર જેટલા CCTV કેમેરાથી રૂટ અને સમગ્ર પ્રક્રિયાનું સુપર વિઝન કરાશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 05 Sep 2025 07:25 PM (IST)Updated: Fri 05 Sep 2025 08:14 PM (IST)
surat-news-police-and-corporation-ready-for-ganesh-visarjan-on-saturday-598082
HIGHLIGHTS
  • સુરત પોલીસ અને મનપા કમિશનરે વિસર્જન સ્થળની મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા પર વૉચ રાખવા સાયબર ક્રાઈમની ટીમ સજાગ

Surat: આવતી કાલે 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન છે ત્યારે સુરત પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરત પોલીસ કમિશ્નરે ગ્રાઉન્ડ ઝીરો પરથી તમામ તૈયારીઓનું નીરીક્ષણ કર્યું હતું, આ ઉપરાંત કુત્રિમ તળાવની પણ મનપા કમિશ્નર અને સુરત પોલીસ કમિશ્નરએ મુલાકાત લીધી હતી.

સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે આવતી કાલે ભગવાન શ્રી ગણેશ વિસર્જનની સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે એના ભાગરૂપે આજે રીહર્સલ કરવામાં આવી રહ્યા છે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તમામ ઓવારા,કુત્રિમ તળાવ મળીને કુલ 12000થી વધુ પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી સામેલ રહેશે.

મદદમાં 12 કંપની એસઆરપીની છે, એક કંપની રેપીડ એક્શન ફોર્સ અને એક સીઆરપીએફની કંપની છે. સાથોસાથ 21 જેટલા કુત્રિમ તળાવ અને 3 મગદલ્લા, હજીએ અને ડુમસ ઓવારા પર ૧૬ જેટલી ક્રેનોના માધ્યમથી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે આવતી કાલે નાની મોટી મૂર્તિ મળીને કુલ 80 હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન થશે, પહેલા, ત્રીજા, પાંચ અને સાત અને નવમાં દિવસે શ્રીજીની કુલ સાડા આઠ હજાર મૂર્તિઓનું કુત્રિમ તળાવમાં વિસર્જન થઇ ચુક્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા બે મહિનાથી ખુબ જ મહેનત અને તૈયારી કરી છે. સમગ્ર સુરત શહેરમાં નજર રાખવા માટે સાડા 400 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ, 900 જેટલા બોડીવોર્ન કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2 હજાર જેટલા સીસીટીવી કેમેરાથી રૂટ અને સમગ્ર પ્રક્રિયાનું સુપર વિઝન કરવામાં આવશે.

ક્રાઈમબ્રાંચ, એસઓજી, ઇકો સેલ, સાયબરના 350 થી વધુ જવાનો અને અધિકારીઓ અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે સ્પેશીયલ બ્રાંચમાં આવતા 60 જેટલા વોચર્સ છે, 200 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ કોઈ વ્યક્તિ પ્રોબ્લેમ ઉભો કરશે તો તેના પર વોચ રાખશે અને તાત્કાલિક એના પર કાર્યવાહી કરવામાં આવશે, સોશ્યલ મીડિયા પર વોચ રાખવા માટે સાયબર ક્રાઈમની ટીમો સજાગ છે. કોઈ અફવા ફેલાવશે તો એની સામે પણ કાર્યવાહી કરવા માટે પણ સજાગ છીએ, બધાને અપીલ છે કે કોઈ અફવા પર ધ્યાન આપવું નહી અને કોઈ પ્રોબ્લેમ ઉભો કરે તો પોલીસને જાણ કરો, પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરશે.