Surat: ઓલપાડમાં કેળાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે અડપલા, પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપ્યો

SHE ટીમ શેરી-મહોલ્લામાં જઈને વાલીઓ અને નાના બાળકોને 'ગુડ ટચ-બેડ ટચ' વિશે સમજાવી રહી છે, તો લોકો પણ આ કામગીરીમાં સહકાર આપે તેવી પોલીસની વિનંતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Apr 2025 09:31 PM (IST)Updated: Fri, 11 Apr 2025 09:31 PM (IST)
surat-news-physical-assault-with-7-years-old-girl-on-olpad
HIGHLIGHTS
  • નાનાભાઈ સાથે રમતી બાળકીને નરાધમ બાજુની બિલ્ડિંગમાં લઈ ગયો

Surat: સુરત જિલ્લાના ઓલપાડમાં કેળું ખવડાવવાની લાલચ આપીને નરાધમ દ્વારા 7 વર્ષની બાળકીને શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

ઓલપાડમાં 7 વર્ષની બાળકી તેના નાના ભાઈ સાથે રમી રહી હતી. આ દરમિયાન એક ઈસમ આવી ચડ્યો હતો. જેણે કેળું ખવડાવવાની લાલચ આપી બાળકીને નજીકની બિલ્ડિંગમાં લઈ ગયો હતો. જ્યાં બાળકીના કપડાં કાઢીને શારીરિક અડપલાં કર્યાં હતા.

આ મામલે બાળકીએ પોતાની માતાને જાણ કરતાં સમગ્ર મામલો ઓલપાડ પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ પોલીસે ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપીની ઓળખ ભીમ દીનદયાળ (30) તરીકે થઈ છે. જે ઓલપાડ પોલીસ મથકની હદમાં રહીને મજૂરી કામ કરતો હોવાનું માલૂમ પડ્યું છે.

બીજી તરફ ઓલપાડ પોલીસે જણાવ્યું કે, અમારી SHE ટીમ 'ગુડ ટચ-બેડ ટચ'ના કાર્યક્રમો કરી રહી છે. જેમાં શેરી-મહોલ્લામાં જઈને SHE ટીમ તમામ જગ્યાએ જઈને વાલીઓ અને નાના બાળકોને 'ગુડ ટચ-બેડ ટચ' વિશે સમજાવી રહી છે. અમારી લોકોને વિનંતી છે કે, તમે પણ પોલીસની આ પ્રકારની કામગીરીમાં સહકાર આપો. કંઈ શંકાસ્પદ જણાય, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધો.