Surat News: પાંડેસરામાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, 3 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

પાડોશી સાથે બાળકો બાબતે સામાન્ય ઝઘડો થયો હતો જે બાદ પતિ માર્કેટ ગયો હતો અને પત્નીએ બાળકોને રૂમની બહાર મોકલીને ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 18 Nov 2026 04:27 PM (IST)Updated: Wed, 18 Nov 2026 04:27 PM (IST)
surat-news-pandesara-married-woman-commits-suicide-3-children-lost-mother

Surat News: સુરતમાં પાંડેસરા વિસ્તારમાં એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાળકો બાબતે પાડોશી સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પતિ માર્કેટ ગયો અને પત્નીએ આ પગલું ભરી લીધું હતું. પરિણીતાના આપઘાતને પગલે 3 સંતાનોને માતાની છત્રછાયા ગુમાવી હતી.

મળતી માહિતી મુજબ, મૂળ યુપીના વતની રવી વિશ્વકર્મા સુરતના પાંડેસરા વિસ્તારમાં પત્ની અને ૩ સંતાનો સાથે રહે છે અને કાર પેન્ટર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમની 35 વર્ષીય પત્ની નિશાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાડોશી સાથે બાળકો બાબતે સામાન્ય ઝઘડો થયો હતો જે બાદ પતિ માર્કેટ ગયો હતો અને પત્નીએ બાળકોને રૂમની બહાર મોકલીને ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

ઘરે આવેલા પતિએ પત્નીને લટકતી હાલતમાં જોઈ તેના પગ તળેથી જમીન સરકી ગયી હતી તેણે તાત્કાલિક 108ને જાણ કરતા તેને હોસ્પિટલ લઇ જવાઈ હતી જ્યાં તેની પત્નીને મૃત જાહેર કરવામાં આવી હતી. પરિણીતાના મોતને લઈને તેનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે અને તેના 3 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

પતિ રવી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ઘરે પત્ની સાથે થોડો ઝઘડો થયો હતો જે બાદ હું બહાર ગયો હતો, ત્યારબાદ પત્નીએ બાળકોને બહાર કાઢીને ફાંસો ખાઈ લીધો હતો, મેં દરવાજો તોડીને 108ને ફોન કર્યો હતો. પોલીસ પણ આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.