Surat: આજે દેશભરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મંદિરમાં શિવલિંગ પર સાક્ષાત નાગ દેવતાએ દર્શન આપ્યા હતા. શિવલિંગ પર નાગરાજના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો મદિરમાં ઉમટી પડી હતી.
શહેરના ભેસ્તાન આવાસ પાસે આવેલા તુળજા ભવાની મંદિરમાં નાગરાજે દર્શન દીધા હતા. નાગ દેવતા શિવલિંગ પાસે જઈને બેઠા હતા. આ અંગેની જાણ લોકોને થતા મોટી સંખ્યામાં લોકો દર્શનાથે મંદિરમાં ઉમટી પડ્યા હતા
મહેન્દ્રભાઈ પાટીલે જણાવ્યું હતું કે, ગત સાંજે મંદિરમાં એક નાગરાજએ દર્શન આપ્યા હતા. નાગરાજ શિવલિંગ પર હતા અને લોકોને નાગદેવતાએ દર્શન આપ્યાની જાણ થતા કાલ રાતથી જ ભક્તોની લાંબી કતારો છે. આજે શિવરાત્રી નિમિતે મોટી સંખ્યામાં લોકો મંદિરે આવતા હોવાથી નાગરાજને સુરક્ષિત જ્ગ્યાએ પહોચાડી દીધા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, દર વર્ષે અમારા આ મંદિરમાં નાગરાજ દર્શન આપે છે. ભક્તોમાં પણ દર્શનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દૂર-દૂરથી લોકો અહી દર્શન અર્થે આવે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
