સુરતમાં 84 હજારનો પગારદાર મનપાનો સિક્યુરીટી ઓફિસર 25 હજારની લાંચ લેતા ઝડપાયો

એસીબીમાં ફરિયાદ થતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું દરમ્યાન સિક્યુરીટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને સિક્યુરીટી ઓફિસરની ચેમ્બરમાં 25 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 29 Sep 2026 02:41 PM (IST)Updated: Tue, 29 Sep 2026 02:41 PM (IST)
surat-news-municipal-security-officer-caught-taking-25000-bribe

Surat News: સુરત મહાનગર પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં ફરજ બજાવતો સિક્યુરીટી ઓફિસર 25 હજારની લાંચ લેતા ઝડપાયો છે. મનપાના એક કર્મચારીની પત્ની સગર્ભા છે અને કર્મચારીને અવાર નવાર ડોકટરી સારવાર અર્થે જવાનું હોવાથી ચાલુ ફરજે જવા દેવા અને ગેરહાજરી ન મૂકી મેમો નહી આપવા માટે લાંચ માંગી હતી જો કે એસીબીએ છટકું ગોઠવી સિક્યુરીટી ઓફીસરને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. લાંચ લેતા પકડાયેલા સિક્યુરીટી ઓફિસરનો પગાર 84 હજાર રૂપિયા છે.

સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારીની પત્ની હાલમાં ગર્ભવતી છે અને કર્મચારીને અવાર નવાર ડોકટરી સારવાર અર્થે જવું પડે છે. જેથી ચાલુ ફરજ દરમ્યાન જવા દેવા તથા ગેરહાજર ન મૂકી મેમો નહી આપવાના અવેજ પેટે મનપાની તાપીપુરા સ્થિત કચેરીના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં ફરજ બજાવતા સિક્યુરીટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખએ તે કર્મચારી પાસેથી 25 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

આ સમગ્ર મામલે એસીબીમાં ફરિયાદ થતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું દરમ્યાન સિક્યુરીટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને સિક્યુરીટી ઓફિસરની ચેમ્બરમાં 25 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. એસીબીની ટીમે સિક્યુરીટી ઓફિસરની ધરપકડ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકાની તાપીપુરા સ્થિત કચેરીમાં વોચ એન્ડ વોર્ડ વિભાગમાં સિક્યુરીટી ઓફીસર તરીકે ફરજ બજાવતા શૈલેષ મણીલાલ પારેખ વર્ગ 3ના કર્મચારી છે અને 9 વર્ષથી તેઓ ફરજ બજાવે છે અને હાલમાં તેનો પગાર 84 હજાર રૂપિયા છે.