Surat News:સુરતના કાપોદ્રામાં નાના વરાછા ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં એક યુવક રસ્તા પર ચાલતા જતા એક આધેડ અચાનક ઢળી પડ્યા હતા જે બાદ તેની સાથે રહેલા યુવકે તેને બે વખત ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનું મોત થઇ ચુક્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
મળતી માહિતી મુજબ, સુરતના દિન દયાલ નગરમાં રહેતા 45 વર્ષીય પિંટુ બુધાભાઈ રાઠોડ રસ્તા પર નાના વરાછાના ઢાળ પાસે ચાલતા ચાલતા ત્યાં ઢળી પડ્યા હતા જે બાદ તેની સાથે રહેલા યુવકે તેમને બે વખત ઉભા કરવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં તેમના પ્રાણ પંખેરું ઊડી ગયા હતા.
આ પણ વાંચો
મૃતક પીન્ટુ ભાઈ અપરણિત હતા અને છેલ્લા થોડા દિવસોથી તેઓ કમળો તેમજ અન્ય શારીરિક બીમારીઓથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ત્યાં સ્થાનિક લોકો એકઠા થયા હતા અને ૧૦૮ને જાણ કરી હતી અને ૧૦૮ની ટીમે તેઓને મૃત જાહેર કર્યા હતા.
બીજી તરફ પોલીસ પણ ત્યાં આવી પહોચી હતી. આ મામલે તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. પીન્ટુભાઈના મોતને લઈને તેમના પરિવારજનો પણ શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
