Surat: પૂરગ્રસ્ત કાપોદ્રા આવાસમાં પહોંચ્યા ધારાસભ્ય કુમાર કાનાણી, સાફ-સફાઈ કરાવી અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું

વહેલી સવારથી વહીવટી તંત્ર સહિતની ટીમો કામે લાગી અને પાણીનો નિકાલ કર્યો. આરોગ્ય વિભાગની ટીમે સાફસફાઈ કરી દવાનો છંટકાવ કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Jun 2025 04:11 PM (IST)Updated: Tue, 24 Jun 2025 04:11 PM (IST)
surat-news-mla-kumar-kanani-visits-flood-affected-kapodra-awas-area
HIGHLIGHTS
  • ભારે વરસાદના પગલે કાપોદ્રામાં સાત ફૂટ જેટલા પાણી ભરાયા
  • લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને વ્યાપક નુકસાન

Surat: શહેરમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કાપોદ્રા વિસ્તારમાં આવેલા આવાસમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પહોચ્યા હતા અને અહીં પાણીનો નિકાલ કરાવ્યા બાદ સાફસફાઈ કરાવી હતી. તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, એ.કે. રોડ ઉપર બાપા સીતારામ આવાસ છે. બે દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે અહીં છ થી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

સવારથી અમે સૌ ટીમ કામે લાગી છે. વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ-સફાઈ કરી છે.

અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે. જે સાફ સફાઈ કરીને દવાનો છંટકાવ કરશે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકો બપોરે ઘરે રસોઈ પણ બનાવી શક્યા નથી અને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને જે કઈ પાણીનો ભરાવો થયો હતો તેનો તમામ પ્રકારનો નિકાલ કરીને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે.