Surat: પૂણાની હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી બાદ પ્રસૂતાનું મોત, તબીબોએ બેદરકારી કર્યાંના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો

હવે અમારા બન્ને બાળકોને કોઈ ડોક્ટર મેડમ સાચવશે?- ન્યાયની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતાં પોલીસ દોડતી થઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Dec 2025 07:32 PM (IST)Updated: Tue, 02 Dec 2025 07:32 PM (IST)
surat-news-medical-negligence-by-punagam-sadvichar-hospital-woman-dead-after-sagerian-delivery
HIGHLIGHTS
  • બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાની તબિયતલ લથડતાં ICUમાં શિફ્ટ કરાઈ હતી
  • એક બાળક કાચની પેટીમાં જ્યારે બીજું વેન્ટિલેટર પર સારવાર હેઠળ

Surat: શહેરના પૂણા વિસ્તારની હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજતા પરિવારજો દ્વારા તબીબની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક પ્રસુતાના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ અમરેલીના વતની અને હાલમાં સુરતના સણીયા હેમાદ વિસ્તારની ઑમ રેસિડન્સીમાં રહેતી નિકિતા ગોસ્વામી (30) નામની મહિલાને ગત 30 નવેમ્બરના રોજ પ્રસુતિની પીડા ઉપડતાં પૂણા સ્થિત સદ્દવિચાર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં નિકિતાએ સિઝેરિયન ડિલિવરી બાદ બે જોડિયા બાળકને જન્મ આપ્યો હતો. જો કે ટ્વીન્સને જન્મ આપ્યા બાદ અચાનક નિકિતાની તબીયત લથડતાં તેને ICUમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ. જ્યારે બન્ને જોડિયા બાળકો પૈકી એક બાળક કાચની પેટીમાં અને બીજાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.

સદ્દવિચાર હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે નિકિતાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરીને પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરિવારજનોએ ન્યાય ના મળે, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

મૃતકના પરિવારના સભ્ય હેતલબેને જણાવ્યું કે, પ્રસુતા નિકિતાની પહેલાથી સદ્દવિચાર હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જો કે હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે નિકિતા બચી નથી. જ્યારે તેના બાળકો પણ હજુ સીરિયસ છે.

નિકિતાનાના મૃત્યુના દોઢ કલાક સુધી અમને જાણ પણ કરવામાં આવી નહતી. અમને ડોક્ટરો પણ પૂછવા આવ્યા નહતા. અમે કાલે 6 વાગ્યાના અહીં છીએ અને અમને હજુ સુધી ન્યાય નથી મળ્યો. અમને ન્યાય મળશે, તો જ અમે મૃતદેહો સ્વીકારીશું.

પૂણા સ્થિત સીતાનગર રોડ પર આવેલી સદ્દવિચાર હોસ્પિટલના ડોક્ટર વીણા મેડમની બેદરકારીના કારણે જ નિકિતાનું મોત થયું છે. પોલીસ અમારી વાત સાંભળવાની જગ્યાએ ડોક્ટરને બચાવતી હતી.

હવે અમારા બાળકોને કોણ સાચવશે? મેડમ સાચવશે, તો અમે તેમને આપી દઈએ. અમારી એક જ માંગ છે કે, અમારા બન્ને બાળકોને આજીવન ખોરાકી આપીને અમને ન્યાય આપવો જોઈએ.