GPRB LRD Provisional Result 2025 Declared: ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD)કેડરના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની બહાર પાડવામાં આવેલી ભરતીના કટ ઑફ માર્ક્સ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં 11,925 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભરતી બોર્ડની જાહેરાત સાથે જ હજારો ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 11,925 ઉમેદવારો પોતાનું નામ અને મેરિટ સ્ટેટસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ જઈને જોઈ શકશે.
આ મેરિટ લિસ્ટમાં સિલેક્ટ થયેલા ઉમેદવારો આવતીકાલ એટલે કે 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેશન ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જે બાદ તેની PDF ફાઈલ અપલોડ કરવાની રહેશે. જે બાદ રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતા OTP થકી વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે. એટલે કે માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી કામ નહીં ચાલે, OTP વેરિફિકેશન બાદ જ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.
ગુજરાત પોલીસ વિભાગમાં બમ્પર ભરતીની જાહેરાત
ગત શુક્રવારના રોજ ગુજરાત પોલીસ વિભાગમાં PSI, પોલીસ કોન્સ્ટેબલ, જેલર, સિપાઈ જેવી અલગ-અલગ 13,591 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ ભરતી માટે આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બરના રોજ OJASની સત્તાવાર વેબસાઈટ (https://ojas.gujarat.gov.in/) પરથી આગામી 23 ડિસેમ્બર સુધીમાં ઑનલાઈન અરજી કરી શકાશે.
ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારો માટે સૂચના
જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વેરીફીકેશનની પ્રક્રિયા ચાલુ છે.
The provisional list of 11925 candidates in LRD Recruitment has been uploaded on the website by the Bharti Board.
— DGP Gujarat (@dgpgujarat) December 2, 2025
અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. જ્યારે બાકી રહેલ ઉમેદવારોના સંબંઘિત વિભાગ દ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યે તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે, જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
જો કે ઉમેદવારોના સર્વાંગી હિત માટે આ તબકકે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ ભરતી બોર્ડ દ્વારા કામચલાઉ અને હંગામી Repeat કામચલાઉ અને હંગામી પસંદગી યાદી (Provisional Result) બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આધારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.
