Surat: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં.22માં ડુમસ કેનાલ રોડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.21.28 કરોડના ખર્ચે સાકારિત રોડ, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રોમ લાઈનના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. આ તકે તેમણે વ્યાજખોરો અને હથિયારો રાખીને રોલો પાડનારા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે.
હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત સરકારની હંમેશા એક પોલિસી રહી છે કે, કારણ વગરના હથિયારના લાયસન્સનો ઉપર હંમેશાથી આપણે લોકોએ કન્ટ્રોલ રાખવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં સંડોવાયેલો હોય, જે કોઈ પણ પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ પણ પ્રકારના વીડિયો બનાવવા, રીલ બનાવવી આવા પ્રકારનો ઉપયોગ એણે જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સને રદ કરવાની પ્રક્રિયા આપણે આખા ગુજરાતમાં ચલાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા એ પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે
વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના માર્ગ દર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઈક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં કર્યું છે. આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય, માતાઓના મંગળસૂત્ર હોય, સપનાનું ઘર હોય આ પાછું આપવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે પરંતુ હું માનું છું ત્યાં સુધી ગુજરાત તો બરોબર છે પરંતુ દેશના ઇતિહાસમાં પણ આ પહેલીવાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપટી છે એ પ્રોપટીને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાઈ તે માટેની વ્યવસ્થા કરવામાં આવે, આ દેશના ઇતિહાસમાં આ પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આજ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે
આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક વ્યાજખોરો પર કેસ તો દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ કાલે કાર્યક્રમ દરમ્યાન પોલીસ કમિશનરે જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ન જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને પોતાના પગ પર ઊભા થઈ શકે પોતાનો વેપાર કરી શકે નાની મોટી તકલીફ હોય એમાં તે ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી રહ્યા છે.
વિકાસકામોથી લોકોની સુવિધા અને સુખાકારીમાં થશે વધારો
ડુમસ ખાતે ૫ કિમી જેટલી લંબાઇમાં ઓલ સેકશન ડામર રોડ બનાવવામાં આવ્યો છે, આ કેનાલ રોડના કારણે એરપોર્ટ, ડુમસ બીચ તેમજ ભવિષ્યમાં સાકર થનાર સી ફેસ ડેવલપમેન્ટ માટેના વાહન વ્યવહારને નવો વૈકલ્પિક રસ્તો મળશે. સુરત ડુમસ રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું થશે.તેમજ એરપોર્ટની સામેના ભાગમાં નવા ડેવલપ થતા વિસ્તારના રહીશોને ડુમસ બીચ, ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ, ડુમસ ગામ, કાદીફળીયા, સુલતાનાબાદ,ગવિયર ગામને નવી કનેક્ટિવિટી મળશે, જેના થકી ૧ લાખથી વધુ લોકોને લાભ મળશે. કેનાલ રોડની પહોળાઇ ૩૬ મીટર છે. હાલમાં બંને તરફ ૬ મીટર પહોળાઇમાં સર્વિસ રોડ બનાવાયો છે..એરપોર્ટની સામેના ભાગે ડેવલપ થતા નવા વિસ્તાર અને ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ, કાદી ફળિયા જેવા ગામના લોકોને કનેક્ટિવિટી મળતા ટ્રાફિકનું ભારણ ઓછું થશે.
