Surat: દાસ્તાન ગામની સીમમાં કટિંગ થાય તે પહેલા દારૂનો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ

ટેમ્પો, કાર, બાઈક અને મોબાઈલ મળી કુલ 18.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, 1 આરોપી ફરાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 27 Jan 2025 09:51 PM (IST)Updated: Mon, 27 Jan 2025 09:52 PM (IST)
surat-news-lcb-raid-at-dastan-village-seized-liquor-and-held-3
HIGHLIGHTS
  • LCBની ટીમ ત્રાટકલા જ બુટલેગરોમાં નાસભાગ

Surat: સુરત જિલ્લા એલસીબી પોલીસે દાસ્તાન ગામની સીમમાં દરોડો પાડીને દારૂનો જથ્થો કટિંગ કરે તે પહેલા જ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ટેમ્પો, ફોર વ્હીલ અને બાઇક સહિત કુલ 18.58 લાખનો મુદામાલ જપ્ત કરવા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે દાસ્તાન ગામની સીમમાં શિવ શક્તિ રેસિડેન્સી પાસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો તથા ફોરવ્હીલ ગાડીમાંથી કટિંગ કરે તે પહેલા જ ઝડપી પાડ્યો હતો.

પોલીસે 3,92,520 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો, 7 લાખની કિંમતનો ટેમ્પો, 7 લાખની કિંમતની ફોરવ્હીલ અને 50 હજારની કિંમતની બાઈક, 3 મોબાઈલ અને રોકડા રૂપિયા 1100 મળી કુલ 18,58,620 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો

પોલીસે હુસેનખાન રમઝાનભાઈ મુસલા [ઉ.30] ગુલાબખાન અનવરભાઈ સુમરા [ઉ.21] અને રફીકભાઈ મુસ્તાકભાઈ ઉર્ફે મુસાભાઈ મુસલા [ઉ.25] ને ઝડપી પાડ્યા હતા. જયારે રાજુભાઈ ઉર્ફે રજાકભાઈ મુસલાને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.