Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચીટિંગના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો

દલાલ મારફતે પિન્ટેડ અને ડાયમંડ વર્કની સાડીઓ ખરીદીને પેમેન્ટ ચૂકવ્યા વિના ઑફિસ બંધ કરીને ભાગી છૂટ્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 27 Jan 2025 09:31 PM (IST)Updated: Mon, 27 Jan 2025 09:31 PM (IST)
surat-crime-branch-held-rs-78-lakh-cheating-accused-from-ahmedabad
HIGHLIGHTS
  • વેપારી પેઢી શરૂ કરી 78.10 લાખની ઠગાઈ આચરી

Surat: સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ચીટીંગનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં વર્ષ 2019માં નોંધાયેલા ચીટીંગના ગુનામાં છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદ ખાતેથી દર્શન જશવંતસિંગ ઠાકોર (32)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીએ પોતે તથા સાહિલ સાથે મળીને વડોદરા ગેડીગેટ પાસે શુભ લક્ષ્મી ટ્રેડર્સના નામથી વેપારી પેઢી ચાલુ કરી હતી.જેમાં દર્શન પોતે પ્રોપાયટર તરીકે હતો.

આ દરમ્યાન ફરીયાદી પાસેથી ગત 2-4-2019થી 30-7-2019 દરમ્યાન કુલ 78,70,151 રૂપિયાની મત્તાની પ્રિન્ટેડ તથા ડાયમંડ વર્કની સાડીઓ દલાલ મારફતે ખરીદી કરી તેનું પેમેન્ટ ચુકવ્યું નહતું. જે બાદ પેઢીની ઓફિસ બંધ કરી નાસી છૂટ્યો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીનો કબજો સલાબતપુરા પોલીસને સોંપીને કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી.