Surat: કામરેજના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, બે યુવતી સહિત 6 નબીરા પીધેલા પકડાયા

મોરથાણ ગામની સીમમાં આવેલ સિલ્વર અંબરલેન્ડ ફાર્મમાં બેસીને નબીરાઓ મહેફિલ માણી રહ્યા હતા, ત્યારે જ પોલીસ ત્રાટકી. તમામ પીધેલાને મેડિકલ માટે લઈ જવાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Feb 2025 05:02 PM (IST)Updated: Tue, 11 Feb 2025 05:05 PM (IST)
surat-news-kamrej-police-raid-on-liquor-party-held-6-drunks
HIGHLIGHTS
  • વિદેશી શરાબની બે બોટલો અને બે લક્ઝુરિયસ કાર કબજે કરી

Surat: સુરત જિલ્લામાં કામરેજ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે બે મહિલા અને 4 પુરુષોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા તમામ લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સુરત જિલ્લામાં ફાર્મ હાઉસમાં થતી ગેરકાયદેસર પ્રવુતિને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ દરમ્યાન મોરથાણ ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યાંરે જ પોલીસની ટીમે તેમના રંગમાં ભંગ પાડ્યો હતો. જ્યાંથી પોલીસે યુવતી સહિત 6 લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા. આ સાથે જ સ્થળ પરથી દારૂી બોટલો સહિત બે લક્ઝુરિયસ કાર પણ કબજે કરી છે.

આ અંગે વિગતો આપતા કામરેજ PI એ.ડી. ચાવડાએ જણાવ્યું કે, કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય, તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સૂચના અપાઈ હતી.

આ દરમ્યાન કામરેજ પોલીસની અલગ અલગ 3 ટીમો પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમી મળી હતી કે મોરથાણ ગામની સીમમાં સિલ્વર અંબરલેંડમાં આવેલા ફાર્મમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડી 2 યુવતી સહિત 4 પુરુષોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ લોકો પાસે દારૂ પીવા અંગેની કોઈ પરમિટ પણનહતી. આથી પોલીસે તમામ લોકોનું મેડિકલ કરાવી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.