Surat: કામરેજમાંથી બાઈક ચોર ગેંગ ઝડપાઈ, 5 પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો

નંબર પ્લેટ વિનાની બાઈક લઈને નીકળ્યા હતા, જેના એન્જિન નંબર અને ચેસિસ નંબર પોકેટ કૉપ અને ઈ-ગુજકૉપ એપ્લિકેશનમાં સર્ચ કરતાં માલિકોના નામ જુદા-જુદા જણાતા ભાંડો ફૂટ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Jun 2025 06:22 PM (IST)Updated: Fri, 06 Jun 2025 06:22 PM (IST)
surat-news-kamrej-police-busted-bike-theft-gang-held-4-seized-8-bike
HIGHLIGHTS
  • ચોરીની 8 બાઈક કબજે કરી

Surat: સુરત ગ્રામ્ય તથા સુરત શહેર વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર ગેંગને કામરેજ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ 4 આરોપીઓને પકડી પાડી ચોરી કરેલી કુલ 08 બાઇક કબજે કરી છે.

કામરેજ પોલીસ સ્ટેશનો સ્ટાફ કામરેજ ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતો, ત્યારે સુરત તરફથી બે બાઇક પર ચાર ઇસમો આવ્યા હતા. તેઓને રોકી નામઠામની ખરાઇ કરી તેમની પાસે રહેલી મોટર સાયકલ બાબતે આધાર પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ના હતો. તેમજ બંને મોટર સાયકલમાં નંબર પ્લેટ પણ લાગેલી નહતી.

આથી પોકેટ કોપ તથા ઇ-ગુજકોપ એપ્લિકેશનમાં બંને બાઈકના એન્જિન નંબર અને ચેસિસ નંબર સર્ચ કરતા મોટર સાયકલ માલિકોના નામ જુદા જુદા જણાઈ આવ્યા હતા. આથી પોલીસે વધુ પૂછપરછ કરતા ચારેય ઈસમોએ તેમની પાસે રહેલી મોટર સાયકલો કામરેજ તથા કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલાની કબૂલાત કરી હતી. તેમજ પોલીસે વધુ પૂછપરછ કરતા તેઓ પાસેથી કોસંબા, ઉતરાણ, સરથાણા વિસ્તારમાંથી પણ મોટર સાયકલો ચોરી કરી હોય તે મોટર સાયકલો કબ્જે કરી હતી

પોલીસે કુલ 9 બાઇક, 3 મોબાઈલ ફોન, અને રોકડા રૂપિયા 3,05,710 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ કામરેજ, કિમ, કોસંબા, સરથાણા અને ઉતરાણ પોલીસ મથકમાં નોંધાયેલા ઈ એફઆરઆઈ નો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

આ ઘટનામાં પોલીસે 23 વર્ષીય અનિલ ભવરસિંગ ખરાડી, 19 વર્ષીય સંજય માંગીલાલ પટેલ, 22 વર્ષીય વનેશ માલાભાઈ બાભોર, અને 24 વર્ષીય રાજેશ વરસીંગભાઈ મઇડા ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.