Surat News:સુરતના ઇચ્છાપોર-હજીરા રોડ પર હિટ એન્ડ રન, બાઈક સવાર દંપતીને ડમ્પર ચાલકે અડફેટે લીધા, પત્નીનું મોત

Surat News:સુરતના ઇચ્છાપોર-હજીરા રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક દંપતી બાઈક પર જઈ રહેલા દંપતીને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા જેમાં ગંભીર ઈજાના કારણે પત્નીનું મોત નીપજ્યું હતું

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 21 Oct 2026 10:59 PM (IST)Updated: Wed, 21 Oct 2026 10:59 PM (IST)
surat-news-hitandrun-on-surats-ichhaporehazira-road-a-dumper-truck-struck-a-couple-on-a-motorcycle
_morbi-pipaliya-highway-dumper-car-accident

Surat News:સુરતના ઇચ્છાપોર-હજીરા રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક દંપતી બાઈક પર જઈ રહેલા દંપતીને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા જેમાં ગંભીર ઈજાના કારણે પત્નીનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ડમ્પરચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ, મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં સુરતના પાંડેસરા હાઉસિંગમાં રહેતા અરવિંદભાઈ દુબે તેમની 40 વર્ષીય પત્ની ઉપમાબેન સાથે માતાજીની મૂર્તિના વિસર્જન માટે હજીરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ક્રિભકો કંપની નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા બેફામ ડમ્પરચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉપમાબેન નીચે પટકાતાં તેમના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધાર્મિક પ્રસંગે નીકળેલા પરિવાર પર અચાનક આભ તૂટી પડતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતક ઉપમાબેનને પરિવારમાં એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનો છે. માતાની અણધારી વિદાયથી બંને માસૂમ બાળકોએ માતૃછત્ર ગુમાવતા સમગ્ર પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.