સુરત આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ 84 સંસ્થાઓમાં તપાસ, 54ને નોટીસ અને 193.5 કિલોગ્રામ જથ્થાનો નાશ કરાયો

સુરતમાં મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દરેક ઝોનમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 01 Oct 2026 12:13 PM (IST)Updated: Thu, 01 Oct 2026 12:13 PM (IST)
surat-news-health-department-inspects-84-restaurants-issues-54-notices

Surat News: સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરેક ઝોનમાં આવેલી રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન 84 સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને 54 સંસ્થાઓને નોટીસ આપવામાં આવી હતી આ ઉપરાંત 39 નમુના લેવામાં આવ્યા છે તેમજ 193.5 કિલોગ્રામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

સુરતમાં મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા દરેક ઝોનમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં તેઓની પરિસરની સ્વચ્છતા કિચનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાપરવામાં આવતા પાણીની ગુણવતા તેમજ તેઓ દ્વારા ખાદ્ય પદાર્થો બનાવવા માટે વપરાતા રો મટીરીયલની ગુણવત્તા ચકાસવામાં આવી હતી.

ઉપરાંત ત્યાં કામ કરતા કર્મચારીઓની શારીરિક સ્વચ્છતા અને તેમના ફિટનેસ સર્ટીફીકેટ તેમજ રેસ્ટોરન્ટમાંથી નીકળતા કચરાની અને ગટરના પાણીના નિકાલની વ્યવસ્થાનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કિચન પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ પ્રસારણ બેઠક વ્યવસ્થા વાળી જગ્યા પર જોઈ શકાય તે બાબતની સુયના પણ આ ચેકિંગ દરમ્યાન આપવામાં આવી હતી.

આ ચેકિંગ દરમ્યાન દરેક ઝોન મળી કુલ 84 સંસ્થા ચેક કરવામાં આવી હતી અને 54 સંસ્થાઓને નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 39 નમુના લેવામાં આવ્યા છે તેમજ 193.5 કિલોગ્રામ અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે અને કુલ ૨,૭૭,1૦૦ રૂપિયાનો વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવ્યો છે.