Surat News: આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
મિઠાઈઓની દુકાનમાં તપાસ કામગીરી
રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી
આ પણ વાંચો
મીઠાઈના નમૂના લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા
ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
