Surat News: નવરાત્રીમાં સુરત મનપાના આરોગ્ય વિભાગનું ચેકિંગ, 36 ફૂડ સ્ટોલની તપાસ અને 6ને નોટિસ

મજુરા ગેટ સ્થિત દયાલજી પાર્ટી પ્લોટ ખાતે 23 ફૂડ સ્ટોલ માંથી ૫ નમુના અને વેસુ હેપ્પી રેસીડેન્સી સામે આવેલા ધ ગરબા ગ્લોબલ વિલેજમાં 6 ફૂડ સ્ટોલ માંથી 7 નમુના લેવામાં આવ્યા હતા અને 6ને નોટીસ આપવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 16 Oct 2026 03:15 PM (IST)Updated: Fri, 16 Oct 2026 03:15 PM (IST)
surat-news-health-department-inspects-36-food-stalls-during-navratri-issues-6-notices

Surat News: હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષા અને જનઆરોગ્યની જાળવણી માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નવરાત્રીમાં આવેલા ફૂડ સ્ટોલમાં તપાસ કરવામાં આવી રહી છે અને નમુના લઈને પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.

સુરત શહેરમાં નવરાત્રિના પર્વ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને જનઆરોગ્યની જાળવણી માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 14 ઓક્ટોબર 2026ના રોજ શહેરમાં ખાનગી આયોજકો દ્વારા પાર્ટી પ્લોટ, હોલ, મોટા ગ્રાઉન્ડ તેમજ અન્ય સ્થળોએ યોજાયેલ ગરબાના મોટા આયોજનોમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફૂડ ઇન્સ્પેક્શનની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન આયોજકોના સ્થળો પર ફૂડ સ્ટોલ્સનું ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્યપદાર્થ વિક્રેતાઓને સ્ટોલ પર સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ખાધ્ય પદાર્થો બનાવતા તથા પીરસતા કારીગરો દ્વારા ફરજિયાતપણે એપ્રોન, ટોપી અને ગ્લોવ્ઝ (મોજાં) પહેરવા બાબતે વિશેષ તાકીદ કરવામાં આવી હતી.

ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ સાથે નિયમભંગ બદલ નોટિસો ફટકારવામાં આવી હતી. હંગામી લાયસન્સ મેળવવા અંગે સ્થળ પર જ માર્ગદર્શન આપી, તમામ વેપારીઓને તાત્કાલિક લાયસન્સ મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. વિવિધ ફૂડ સ્ટોલ્સમાંથી શંકાસ્પદ તથા ચકાસણી અર્થે ખાદ્યપદાર્થોના નમૂનાઓ (સેમ્પલ) લેવામાં આવ્યા છે, જેને પૃથ્થકરણ અર્થે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ જગ્યાઓ પર કરાઈ તપાસ

એ.કે.રોડ સ્થિત ઉમિયાધામ મદિરમાં 3 ફૂડ સ્ટોલમાંથી 3 નમુના લેવામાં આવ્યા હતા, મોટા વરાછા સ્થિત પાટીદાર સેવા સદન ખાતે આવેલી શ્રી ઓટલો નવરાત્રીમાંથી 4 ફૂડ સ્ટોલ માંથી 3 નમુના લેવાયા હતા, મજુરા ગેટ સ્થિત દયાલજી પાર્ટી પ્લોટ ખાતે 23 ફૂડ સ્ટોલ માંથી ૫ નમુના અને વેસુ હેપ્પી રેસીડેન્સી સામે આવેલા ધ ગરબા ગ્લોબલ વિલેજમાં 6 ફૂડ સ્ટોલ માંથી 7 નમુના લેવામાં આવ્યા હતા અને 6ને નોટીસ આપવામાં આવી હતી. આમ કુલ 36 ફૂડ સ્ટોલમાંથી 18 નમુના લઇ ૬ને નોટીસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત અઠવા લાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટમાં સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટીવલ 2026 ખાતેથી પણ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના 8 નમૂનાઓ લેવામાં આવ્યા છે આ તમામ નમુનાઓ પુથ્થકરણ [ટેસ્ટીંગ] માટે સુરત મહાનગર પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.