Surat News: સુરતમાં ચંદી પડવો અને દિવાળીના તહેવારને લઈને ફૂડ વિભાગ એક્શનમાં, ઘારીના નમુના લેવાયા

અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રીપોર્ટમાં કોઈ ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 15 Oct 2024 02:22 PM (IST)Updated: Tue, 15 Oct 2024 02:22 PM (IST)
surat-news-ghari-samples-were-taken-on-the-occasion-of-chandi-padvo-festival

Surat News: આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ફૂડ વિભાગ દ્વારા નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગતરોજ દુધના માવાના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જયારે આજે ચંદી પડવાના તહેવારને લઈને ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આગામી સમયમાં ચંદી પડવો, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે તહેવારો દરમ્યાન મીઠાઈનું પણ ખુબ વેચાણ થતું હોય છે ત્યારે સુરત શહેરમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગતરોજ દુધના માવાના નમુના લેવાની કામગીરી ફૂડ સેફટી ઓફિસરોએ હાથ ધરી હતી.

આ દરમ્યાન આજે ચંદી પડવાના તહેવારોને ધ્યાને લઈને ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી. ફૂડ સેફટી ઓફિસરોએ અલગ અલગ ટીમો બનાવીને ઘારી વિક્રેતાઓને ત્યાં આજે તપાસ હાથ ધરી હતી અને નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.

ફૂડ ઓફિસર ડીઆર બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર દરમ્યાન ઘારીનું વેચાણ ખુબ જ થતું હોય છે ત્યારે આજરોજ ઘારી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ અને નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રીપોર્ટમાં કોઈ ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.