Surat: ગુજરાત યુનિવર્સિટીની ઘટના બાદ સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં તકેદારીના પૂરતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુરતની યુનિવર્સિટીમાં હાલમાં 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે તમામ વિદેશી વિદ્યાર્થીઓ સાથે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદેશી વિદ્યાર્થીઓને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થી પર થયેલા હુમલા બાદ સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ખાસ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશ્નરના નેતૃત્વમાં ખાનગી ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ, તમામ દરવાજા પર મોનિટરીંગ તેમજ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. આ સાથે આ વોટ્સએપ ગ્રુપમાં વિદેશી વિદ્યાર્થીઓ પોતાની સમસ્યા રજૂ કરશે અને યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક તેનું નિરાકરણ લાવવામાં આવશે.
આ ઉપરાંત યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટર સહિત અન્ય ઉચ્ચ તમામ સત્તાધીશો સાથે તમામ વિદેશી વિદ્યાર્થીઓનું ખાસ ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર વિદેશી વિદ્યાર્થીઓને વન ટુ વન એમને સાંભળવામાં આવ્યા હતા. સુરતની યુનિવર્સીટીમાં હાલમાં ૫૩ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાત યુનિવર્સીટીની ઘટના બાદ તમામ વિદ્યાર્થીઓ સાથે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર વિદેશી વિદ્યાર્થીઓને વન ટુ વન એમને સાંભળવામાં આવ્યા હતા.
આ દરમ્યાન એમનો ખૂબ સારો પ્રતિસાદ હતો, એમને કોઈ ખાસ મુશ્કેલી છે જ નહી, આપણી હોસ્ટેલમાં તેઓને વોશિંગ મશીન અને ટીવીની સગવડ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ ધાર્મિક, સામાજિક કે શૈક્ષણિક ઉત્સવ હોય આ તમામ ઉત્સવમાં તે લોકો ભાગ પણ લેતા હોય છે આમ કુલ મળીને તેઓને કોઈ સમસ્યા નથી.
વધુમાં જણાવ્યું હતું કે તેઓની સુરક્ષા માટે વોટ્સગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જેની અંદર અમારા તમામ પ્રકારના અધિકારીઓ, તમામ મેન્ટેન્સ એજન્સી પણ સામેલ છે જેથી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો તરત ઉકેલ આવી શકે, આ ઉપરાંત પોલીસ કમિશ્નરના નેતૃત્વમાં પોલીસ દ્વારા પણ ખાનગી ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગની અને મોનીટરીંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાતે પણ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જેટલા પણ દરવાજાઓ છે ત્યાં અમારી ખાનગી સિક્યુરીટી ગોઠવવામાં આવી છે. આમ કુલ મળીને વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત વેકેશન પહેલા વિથ લન્સ એપ્રિલ મહિનામાં પણ કાર્યક્રમ રાખ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
