Surat: હજીરામાં બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું દર્દનાક મોત, ક્લીનર ઈજાગ્રસ્ત

આગળ ઉભા રહેલા ડ્રાઈવરે પોતાની ટ્રક રિવર્સ લેતા પાછળ રહેલ સુનિલની ટ્રકની કેબિનમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 Aug 2025 08:25 PM (IST)Updated: Wed, 06 Aug 2025 08:25 PM (IST)
surat-news-driver-killed-in-truck-acciden-at-hajira
HIGHLIGHTS
  • સંતાનનું મોંઢું જુએ તે પહેલા જ પિતાએ અનંતની વાટ પકડી
  • હજીરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

Surat: સુરતના હજીરા વિસ્તારમાં બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક ચાલક રીવર્સ લઇ રહ્યો હતો, ત્યારે અન્ય એક ટ્રકના આગળના કેબિનના ભાગે ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનામાં ડ્રાઈવરનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના વતની સુનિલ લલનસિંહ (35) સુરતના હજીરા ગામમાં હમવતનીઓ સાથે રહીને ડ્રાઈવિંગનું કામ કરે છે, જ્યારે તેમનો પરિવાર વતનમાં રહે છે. જેમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. ગતરોજ રાત્રે સુનિલ ટ્રક ચલાવી હજીરા મરીન પોલીસ સ્ટેશનની પાછળના ભાગેથી પસાર થતો હતો, ત્યારે સામેથી અન્ય ટ્રક ચાલકે ટ્રક રિવર્સ લેતી વખતે સુનીલના ટ્રકના આગળના કેબિનના ભાગે ધડાકેભેર અથડાવતા અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતને કારણે સુનિલને અને ક્લીનર નિતેશકુમાર સિંગને ઇજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સુનીલનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.

પોલીસની પૂછપરછમાં મૃતક સુનિલની પત્નીને હાલમાં હાલ છથી સાત માસનો ગર્ભ છે. સંતાનના આગમન પહેલાં જ પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. જ્યારે ટ્રકના હેલ્પર નિતેશકુમાર અછેય સિંગ [ઉ.૨૧] ને માથાના ભાગે ઈજા પહોચી હતી. આ મામલે હજીરા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.