Surat: વિશ્વ હાયપરટેન્શન દિવસ’ નિમિતે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ‘ડિજીટલ રંગોળી’ તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળીનો મુખ્ય ઉદ્દેશ વિશેષ સ્કેનર દ્વારા હાઇ બ્લડ પ્રેશર નિયંત્રણ, નિયમિત વ્યાયામ, યોગ, સાયકલિંગ અને સ્વસ્થ આહાર અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે.
સ્મીમેર હોસ્પિટલ ખાતે ‘વિશ્વ હાયપરટેન્શન દિવસ’ નિમિતે ‘હાર્ટ હેલ્થ મહોત્સવ’ અંતર્ગત કાર્ડિયોલોજી વિભાગ દ્વારા ‘ડિજીટલ રંગોળી’ તૈયાર કરવામાં આવી હતી.
ડૉ. વિપુલ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજી અને પરંપરાનું મિશ્રણ દર્શાવતી આ રંગોળીનો મુખ્ય ઉદ્દેશ વિશેષ સ્કેનર દ્વારા હાઇ બ્લડ પ્રેશર નિયંત્રણ, નિયમિત વ્યાયામ, યોગ, સાયકલિંગ અને સ્વસ્થ આહાર અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે.
ડિજીટલ રંગોળીમાં સમાવાયેલા વિશેષ સ્કેનર દ્વારા દર્દીઓ 9 ભાષામાં હાર્ટ સંબંધિત રોગોની માહિતી મેળવી શકે તેવી સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે જ 500થી વધુ લોકોએ સ્કેનર સ્કેન કરી યોગ્ય માહિતી મેળવી હતી.
આજના તણાવયુક્ત જીવનમાં ખાસ હેલ્ધી હાર્ટ અંગે જાગૃતિ હેલાવવા બનાવાયેલી આ જાગૃતિમૂલક રંગોળી એક અઠવાડીયા સુધી હોસ્પિટલ પરિસરમાં અનેક લોકોને ઉપયોગી માહિતી મેળવવામાં મદદરૂપ થશે
