Surat News: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ઉદ્યોગ જગત માટે એક અત્યંત રાહતરૂપ જાહેરાત કરવામાં આવી છે. ઔદ્યોગિક ગ્રાહકો માટે અગાઉ જાહેર કરાયેલ 'સ્ટેગર ડે' મુજબની વીજ કાપની વ્યવસ્થા આજથી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે, જેના કારણે હવેથી ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત અવિરત ચાલુ રહેશે.
અગાઉ ઔદ્યોગિક ફીડરો પર 'સ્ટેગર ડે' જાહેર કરવામાં આવ્યો હતો, જે આજથી રદ કરવામ આવ્યો છે. આજથી ઔઘોગિક વીજ પુરવઠો સતત ચાલુ રહેશે. સાંજના 4:00 વાગ્યાથી લઈને રાત્રિના 12:00 વાગ્યા સુધી ઔદ્યોગિક ફીડરોમાં હવે કોઈ પાવરકાપ નહીં રહે. આ નિણર્યથી સામી દિવાળી ઉદ્યોગ જગતને વીજળીની મોટી રાહત મળશે.
અગાઉ જાહેર કરેલા વીજ કાપના કારણે ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આખરે અગાઉ જાહેર કરવામાં આવેલા સ્ટેગર ડે મુજબ વીજ કાપની વ્યવસ્થા આજથી DGVCL દ્વારા રદ કરવામાં આવે છે. હાયર ઓથોરિટીની સૂચના મુજબ કોઈ પણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કરવામાં આવ્યો છે.
આ અંગે વિગતો આપતા સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશના મહેન્દ્ર રામોલીયાએ જણાવ્યું કે, હાલમાં DGVCL તરફથી એવી સુચના આપવામાં આવી છે કે દિવાળી સામે ઉઘોગો એકમોમાં જે 4 થી રાતના 12 સુધી પાવર કટનો સ્ટેગર ડે આપ્યો હતો, તે રદ કરવામાં આવ્યો છે. જેથી કરીને સચિન જીઆઈડીસી અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ખુશીનો માહોલ છે. તેનું મુખ્ય કારણ એવું છે કે, હાલ દિવાળી સામે છે અને તહેવાર સારો જશે અને સ્ટેગર ડે ઉઠાવવા માટે સરકારે સારું પગલું ભર્યું છે તે બદલ અમે સરકારને અભિનંદન પાઠવીએ છીએ.
