Surat: સુરત શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેનું આજે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આરોપીએ 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું. તેમજ આરોપી સામે મારામારી સહિત 4 ગુના નોંધાયેલા છે. જ્યારે વર્ષ 2022માં પાસા હેઠળ પણ કાર્યવાહી થઇ ચુકી છે.
રાજ્યના DGPએ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવાની આપેલી સૂચના બાદ સુરતમાં પોલીસ એક્શન મોડમાં છે. સુરત પોલીસ દ્વારા એક પછી એક અસામાજિક તત્વો અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની સાથે સાથે આવા તત્વો દ્વારા તાણી દેવાયેલા ગેરકાયદેસર બાંધકામોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે.
આ દરમ્યાન આજે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં જીવન ભરવાડ દ્વારા સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંધાકામ કરવામાં આવ્યું હતું તેણે 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું, આજે પોલીસની હાજરીમાં તેના ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કાર્યવાહી કરાઈ હતી.
સચિન જી.આઇ.ડી.સી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.ગોહિલએ જણાવ્યું હતું કે, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2020 થી લઈને વર્ષ 225 સુધીમાં 4 મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2022માં તેને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો હતો હાલમાં ડીજીપી અને સુરત પોલીસ કમિશ્નરના આદેશ અનુસાર જે અસામાજિક તત્વો હોય અને સરકારી જગ્યા પર ગેરકાયદેસર કબજો રાખીને વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડીમોલીશનની કાર્યવાહી કરવાની સુચના હોય જે અનુસંધાને આ જીવન ભરવાડે આ વિસ્તારમાં સરકારી ખાડી પર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો આજે એસએમસીના સંકલનમાં રહીને આ જે અસામાજિક તત્વ છે તેના ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કાર્યવાહી થઇ રહી છે.
