Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું, ત્યજનારને શોધવા પોલીસની ટીમો કામે લાગી

આ મામલે હાલ પાંડેસરા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 12 Feb 2025 04:23 PM (IST)Updated: Wed, 12 Feb 2025 04:23 PM (IST)
surat-news-dead-fetus-found-in-pandesara-area

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાશ નગર બીઆરટીએસ પાસે મૃત હાલત ભૂર્ણ મળી આવ્યું હતું. ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ૪ થી ૫ મહિનાનું બાળકનું ભ્રુણ મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ મામલે હાલ પાંડેસરા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરત સીટીના પાંડેસરા કૈલાશ નગર બીઆરટીએસ પાસે એક ભ્રૂણ મળી આવ્યું હતું. જેની હોસ્પિટલમાં પૂછપરછ કરવામાં આવતા તેની ઉમર 4 થી 5 મહિના જણાવવામાં આવી હતી. મેલ ભ્રૂણ હતું અને તે મૃત અવસ્થામાં મળી આવ્યું હતું.

આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ માટે ટીમો કામે લાગી છે. આ ત્રીજી ઘટના છે અગાઉ આ ગુના ડિટેક થઈ ગયા હતા. આ ઘટનાને પણ ડિટેકટ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.