Surat: કારેલી ગામના તળાવમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા દહેશત, વન વિભાગે રેસ્ક્યુ કર્યું

મગરને પકડીને સરથાણા પ્રાણી સંગ્રહાલય લઈ જવામાં આવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Sep 2024 05:48 PM (IST)Updated: Sat, 28 Sep 2024 05:48 PM (IST)
surat-news-crocodile-caught-in-kareli-gam-at-olpad

Surat: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા કારેલી ગામે તળાવમાં મગર જોવા મળ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આજે મગરનું રેસ્ક્યુ કરીને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

સુરત જિલ્લામાં અવાર નવાર દીપડા દેખાતા હોવાના અહેવાલો સામે આવતા હોય છે. એવામાં ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા કારેલી ગામે તળાવમાં મગર જોવા મળ્યો હતો. મગર દેખાયાની વાત વાયુવેગે પ્રસરી જતાં તળાવ કિનારે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

બીજી તરફ આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. નજીકમાંથી પસાર થતી કેનાલનાં પાણીમાંથી મગર આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. આજે વન વિભાગની ટીમે તળાવમાંથી મગરનું રેસ્ક્યુ કરી લીધું હતું.

મગર અંદાજીત 1 વર્ષનો અને 6 ફૂટ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું. પાંજરામાં મગરને પકડીને ઓલપાડ વન વિભાગની ટીમે કબજો મેળવ્યો હતો. મગરને જોવા માટે ત્યાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. હાલ મગરને પકડીને સરથાણા સ્થિત પ્રાણી સંગ્રહાલય ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.