Surat: ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 2 રીઢા આરોપીઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા, 4 ગુનાનો ભેદ ઉકેલાયો; રૂ. 11.73 લાખનો મુદ્દામાલ રીકવર

દસેક દિવસ પૂર્વે કતારગામ સ્થિત બ્લુ બેલા જ્વેલ્સ નામની દુકાનમાં મોડી રાતે ધાડ પાડીને રૂ.12.26 લાખની મત્તા ચોરાઈ હતી. ચોરીનો મુદ્દામાલ તાતીથૈયા ગામના ઘરમાં છૂપાવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Mar 2026 05:54 PM (IST)Updated: Sun, 01 Mar 2026 05:54 PM (IST)
surat-news-crime-branch-cracks-jewel-heist-two-accused-arrested-from-jaunpur
HIGHLIGHTS
  • સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમનું ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સફળ ઑપરેશન
  • ચોરી થયેલા હીરા જડિત સોના-ચાંદીના દાગીના અને ડાયમંડ કબજે કર્યાં

Surat: સુરતના સિંગણપોર બ્લયુબેલ જવેલ્સ તેમજ મહિધરપુરા સુમુલ ડેરી રોડ મહેક આઇકોન ઇન્ફોટેકમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ઉતર પ્રદેશના જોનપુરથી બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા હીરા જડિત સોના-ચાંદીના દાગીના તેમજ મોજેનાઈટ ડાયમંડ મળી કુલ 11.73 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

ગત 21 ફ્રેબુઆરી 2026ના રોજ મોડી રાતે કતારગામ આંબા તલાવડી, અંકુર સ્કુલ રોડ પાસે આવેલી આવેલા બ્લુબેલા જવેલ્સ નામની સોની દુકાનમાંથી હીરા જડિત સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહીત 12,26,419 ની મત્તાની ચોરી થઇ હતી. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી..

પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ કિશન કમલા શંકર દુબે અને સુનીલ સંતોષભાઈ સાહુ ઘરફોડ ચોરીને અંજામ આપ્યા બાદ ઉતરપ્રદેશના જોનપુર ખાતે ભાગી ગયા છે. જેથી પોલીસની એક ટીમ ઉતરપ્રદેશના જૌનપુર ખાતે પહોચી હતી.

પોલીસે બરસઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચતુર્ભુજપુર પુલ પાસેથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના હીરા જડિત દાગીના મોબાઈલ ફોન તેમજ રોકડ રૂપિયા 4300 મળી કુલ 8,47,065 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો

પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેઓની પૂછપરછ કરતા બંનેએ ભેગા મળીને ચોરી કરેલો મુદામાલ પૈકીનો બાકી રહેલો મુદામાલ આરોપી સુનીલ સાહુએ પોતાના સુરતના તાતીથૈયા ગામ ખાતે આવેલા રહેણાંક મકાનમાં છુપાવ્યો હતો અને ગુનાના ઉપયોગમાં લીધેલી બાઈક પણ ઘરે જ હોવાનું જણાવતા પોલીસે આરોપી સુનીલના ઘરેથી 23.58 ગ્રામ સોનાના દાગીના તેમજ 61.14 ગ્રામ ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 2500 અને બાઈક મળી કુલ 3,29,235 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓએ ભેગા મળીને વર્ષ 2025માં ઉતરાયણના તહેવાર વખતે સુમુલ ડેરી રોડ પર આવેલા મહેક આઇકોન બીઝનેસ સામે કોડેશ ઇન્ફોટેક અને લોગવીનટેક નામની બે ઓફીસમાંથી 3 નંગ લેપટોપ તથા 7 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. તેમજ આજથી પંદરેક દિવસ પહેલા રાત્રીના સમયે અડાજણમાં એક હોસ્પિટલમાં ઘુસી રોકડા રુપીયાની ચોરી કરી હતી. આજથી બે ત્રણ મહિના પહેલા રાત્રીના સમયે અલથાણ વિસ્તારમાં એક ઓફિસમાં ઘુસી મોબાઈલ ફોન સહીત રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને આરોપી કિશન કમલાશંકર દુબે અને સુનીલ સંતોષભાઈ સાહુની ધરપકડ કરી છે તેમજ પોલીસ તપાસમાં હાલમાં 4 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.

વધુમાં આરોપી કિશન દુબે સામે અગાઉ સુરતમાં લૂંટ, ઘરફોડ સહિતના 9 ગુના અગાઉ નોંધાયેલા છે અને પાંડેસરા પોલીસ મથકમાં પાસા હેઠળ પણ અટકાયત થઇ હતી. જયારે સુનીલ સાહુ સામે ચોરી અને પ્રિઝન એક્ટ મુજબ અને પ્રોહીબીશન મળી કુલ 6 ગુના અગાઉ નોંધાયેલા છે.

પોલીસે આરોપીઓ પાસેથી 8.64 લાખના હીરા ઝડીત સોના ચાંદીના અલગ અલગ દાગીના, 2.32 લાખના મોજેનાઈટ ડાયમંડ, 10 હજારની કિમંતનો મોબાઈલ ફોન, 70 હજારની બાઈક, 6800 રોકડા રૂપિયા મળી કુલ 11,73,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.