Surat News: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ INDIA ગઠબંધન અને સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
સુરતમાં આજે સોમવારે રાજકીય માહોલ ગરમાયો હતો. સુરતમાં કોંગ્રેસ અને INDIA ગઠબંધન દ્વારા દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચુંટણી અધિકારી જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. સુત્રોચાર અને બેનરો સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પહોચી હતી અને પોલીસે વિરોધ કરી રહેલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ 'વોટ ચોર ગદ્દી છોડ' તેમજ 'જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો' જેવા સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થઈને આ રેલી અઠવાગેટ અને MTB કોલેજ થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચવાની હતી, જો કે, રેલી કલેક્ટર કચેરી પહોંચે તે પૂર્વે જ પોલીસે આંદોલનકારીઓને અટકાવી અગ્રણી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. ડીસીપી રાજેશ પરમારએ જણાવ્યું હતું કે એમના દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી જેથી તેઓની અટકાયત કરવામાં આવી છે, 35 થી 40 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
