Navratri 2026: સુરતમાં નવલાં નોરતાનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. જેને પગલે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગરબાઓમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે સુરત પોલીસની 43 શી ટીમો કાર્યરત છે. આ શી ટીમો ટ્રેડીશનલ ગરબા પહેરીને પંડાલોની અંદર અને ગરબાની બહાર યુનિફોર્મમાં મહિલાઓની સુરક્ષા કરશે.
નવરાત્રિમાં 43 શી ટીમો તૈનાત કરાઇ
સુરત શહેરમાં નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે. તે માટે 36 'શી'ટીમો હતી. પરંતુ મહિલાઓની સુરક્ષા વધારે સુદ્રઢ કરવાના ઉદ્દેશ્યથી 43 શી ટીમ કરી દેવાઈ છે. આ શી ટીમ ગરબાના પારંપરિક વસ્ત્રો પહેરીને ગરબામાં આવારા તત્વો પર બાજ નજર રાખશે. તેમજ કોમર્શિયલ ગરબા ઉપરાં શેરી ગરબામાં પણ મહિલાઓની સુરક્ષા કરશે, આ સિવાય ગરબા પંડાલોની બહાર શી ટીમ પોલીસ વર્દીમાં પેટ્રોલિંગ કરશે.
મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે
રાત્રિ દરમિયાન ગરબા રમીને મહિલાઓને ઘરે જવા કોઈ તકલીફ રહેશે. તો પોલીસને જાણ કરતાં શી ટીમ તેઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડશે. નવરાત્રિ પર્વ પર કોમર્શિયલ ગરબા અને શેરી ગરબા પૂરતી શી ટીમની કામગીરી મર્યાદિત નહીં પરંતુ. શહેરના રોડ-રસ્તાઓ પર તેમની ચાંપતી નજર રહેશે. ખાસ કરીને અલગથી નવી શી ટીમો બનાવાઈ છે. તે અવાવરુ જગ્યાઓએ પણ પેટ્રોલિંગ કરશે, જેથી કોઈ બહેન દીકરી રસ્તા પર જતાં કોઈ બીક ન રહે.
રોમિયોગીરી કરતાં તત્વો સામે કડક કાર્યવાહી
ACP મીની જોસેફે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં પોલીસ મથકમાં શી ટીમ કાર્યરત હોય છે, આ શી ટીમ ચણીયા ચોળી પહેરીને અને સિવિલ ડ્રેસમાં જઈને ગરબામાં દેખરેખ રાખશે. તેમજ કોઈ અસામાજિક તત્વ રોમિયોગિરી કરતાં જણાશે, તો તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. આ વખતે 36 શઈ ટીમો કાર્યરત હતી. પરંતુ 7 નવી ટીમો એડ કરતાં 43 ટીમો ગરબાં દરમિયાન ફરજ બજાવશે. મહિલા પોલીસની ટીમો ગરબાની બહાર અવાવરું જગ્યાએ, પાર્કિંગની જગ્યાએ અને ગરબાથી ઘર તરફ જવાના રૂટ પર પેટ્રોલિંગ કરશે.
