Surat: સુરતના મગદલ્લા દરિયા કિનારે દુર્ઘટના સર્જાઈ છે. કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક બોટએ જળસમાધિ લીધી હતી. દરિયામાં બોટ પલટી જવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સમાચાર સામે આવ્યા નથી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિદેશથી આવેલા મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક મધદરિયે પલટી ગઈ હતી.
બોટમાં અંદાજિત 5 થી 6 લોકો સવાર હતા અને બોટ દરિયામાં પલટી જતા ત્યાંથી પસાર થતી અન્ય બોટની મદદથી દરિયામાં પડેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી, બોટ પલટી જવાનું કારણ હાલ સામે આવ્યું નથી,
બોટમાં લાદવામાં આવેલો કિંમતી કોલસો અને અન્ય સામાન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB)ના અધિકારીઓ પણ દોડતા થયા હતા. મેરીટાઈમ અધિકારીઓને જાણ કરવામાં આવતા પલટી ગયેલી બોટને રેસ્ક્યુ કરવાની અને દરિયા કિનારે લાવવાની તજવીજ શરૂ કરી હતી.
