Surat: સુરતમાં બ્રેઈન ડેડ યુવકનું અંગદાન, છત્તીસગઢના ધર્મેન્દ્રકુમાર નિષાદના કિડની અને લીવરના દાન થકી 3ને નવજીવન મળ્યું

ગત 3 સપ્ટેમ્બરે ધર્મેન્દ્રકુમાર ઘરવખરીનો સામાન લઈને દાદરા ચડતા હતા, ત્યારે પગથિયું ચૂકી જતાં નીચે પટાકાયા હતા. જેમાં તેમન માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Sep 2025 11:11 PM (IST)Updated: Wed, 10 Sep 2025 11:11 PM (IST)
surat-news-chhattisgarh-brain-dead-patient-organ-donation-give-new-life-of-3-person
HIGHLIGHTS
  • વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સિટી સ્કેન સહિતના રિપોર્ટ કરાવ્યા હતા
  • જીવનદીપ ઓર્ગન ડોનેશન ટ્રસ્ટની ટીમે બ્રેઈન ડેડ દર્દીના પરિવારને સમજાવ્યા

Surat: સુરત શહેરમાં વધુ એક અંગદાન (Organ Donation) કરવામાં આવ્યું છે. મૂળ છતીસગઢના વતની ધર્મેન્દ્રકુમાર નારાયણભાઈ નિષાદને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા તેમના પરિવારે અંગદાનનો નિણર્ય લીધો હતો અને ધર્મેન્દ્રકુમારના કીડની અને લીવરનું દાન કરવામાં આવ્યું છે જેના થકી 3 લોકોને નવજીવન મળશે.

મળતી માહિતી મુજબ મૂળ છતીસગઢના કેસીજી જિલ્લાના વતની ર્મેન્દ્રકુમાર નારાયણભાઈ નિષાદ (ઉ.30 વર્ષ) હાલમાં પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતા હતા. તેઓ ચણતર-પ્લાસ્ટર નું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની ભાનમતી ધરમેન્દ્રકુમાર નિષાદ (ઉ.26વર્ષ), દીકરા ગીતેશ (ઉ.5 વર્ષ) ,હર્ષ (ઉ.3 વર્ષ) પિતા શ્રીનારાયણભાઈ નિષાદ, માતા શ્યામકુંવરબેન નારાયણભાઈ નિષાદ અને ભાઈ નેત્રમ અને તોરણ છે.

ગત 3 સપ્ટેમ્બર 2025 ના રોજ ધર્મેન્દ્રકુમાર નારાયણભાઈ નિષાદ સાંજે 7:30 કલાકે શાકભાજી અને પોતાના ઘર માટે ઘરવખરીનો સામાન લઈને પોતે ઘરનો દાદર ચડતા હતા એ વખતે પોતાનાથી દાદરનું પગથીયું ચુકી જતા પડી જતા માથના ભાગે ઈજા થઇ હતી. તા:04-09-2025ના રોજ વધુ સારવાર અર્થે વરાછા રોડ,ચીકુવાડી ખાતે ડાયમંડ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા સીટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ કરી સારવાર ચાલુ કરી હતી.

naidunia_image

તા:08-09-2025 ના રોજ તબિયતમાં સુધારો ના જણાતા ફરીથી તેમના રિપોર્ટ કરતા દર્દીને ડો.ગૌરવ રેયાણી, ડો. પ્રગ્નેશ કાકડિયા, ડો. જતીન માવાણી અને મેડીકલ એડમીન ડો. હરેશ પાગડા સાહેબે બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ડાયમંડ હોસ્પિટલના મેડિકલ એડમીન ડો. હરેશ પાગડા સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા અને વિપુલ તળાવીયા નો સંપર્ક કર્યો હતો.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ ડાયમંડ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ ધર્મેન્દ્રકુમાર નિષાદના પરિવારના બધા સભ્યો તામેશ્વર શર્મા, સુનીલ વર્મા અને હરીલાલ નિષાદ સાથે મળ્યા. અંગદાન કરવાથી બીજા અનેક લોકોને નવું જીવન મળતું હોઈએ વિશેષ મહત્વ સમજીને આ વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના સબંધીઓએ સ્વેચ્છિક રીતે અંગદાન કરવા માટેની તેયારી બતાવી, નિષાદ પરિવારના યુવાનો અને સબંધી દ્વારા આ અંગદાન એજ શ્રેષ્ઠદાન છે જેને સાર્થક કરવા સાથે રહીને હુંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ધર્મેન્દ્રકુમારના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.

અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ડાયમંડ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, ડાયમંડ હોસ્પિટલ તથા નિષાદ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એજ સર્વશ્રેષ્ઠ દાન છે જેમનું એક સર્વત્ર સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવાર દ્વારા અંગદાનના સંકલ્પ અને ઉતમ વિચાર થકી બંને કીડની અને લીવરનું દાન દ્વારા અન્ય ત્રણ લોકોને જીવનદાન મળ્યું. અમદાવાદ ખાતે IKDRC હોસ્પિટલ દ્વારા લીવર અને બંને કીડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.

દર્દીના લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે સુરત અને ગુજરાતના વિવિધ જિલ્લાની પોલીસ દ્વારા ડાયમંડ હોસ્પિટલથી IKDRC હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર કરી વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતનાં પ્રયાસોથી 25 મું અંગદાન કરાવવામાં આવ્યું. જેના થકી અન્ય ત્રણ લોકોનાં જીવન દીપી ઉઠ્યા છે.