Surat: બારડોલીમાં વાસણની દુકાનમાં ભેદી ધડાકા બાદ સ્લેબ ધરાશાયી, કાટમાળ હેઠળ દબાયેલા સગીરનું મોત

દાઝી ગયેલા યુવકને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢીને સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 Aug 2025 08:44 PM (IST)Updated: Wed, 06 Aug 2025 08:44 PM (IST)
surat-news-blast-in-shop-teenage-boy-died
HIGHLIGHTS
  • લીમડા ચોક ખાતે આવેલી દુકાનમાં બ્લાસ્ટ થયો

Surat: બારડોલીમાં લીમડા ચોક ખાતે આવેલી વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો અને દુકાનનો સ્લેબ ધારાશાહી થયો હતો આ ઘટનામાં 15 વર્ષીય કિશોર દબાઈ ગયો હતો અને દાઝી ગયો હતો જેને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ બારડોલીમાં લીમડા ચોક ખાતે એ.જે.સ્ટીલ નામની વાસણની દુકાન આવેલી છે જેમાં ગત 1 ઓગસ્ટના રોજ કોઈ કારણોસર ધડાકો થયો હતો અને દુકાનનો ભોંય તળીયાનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં ત્યાં હાજર 15 વર્ષીય રેહાન ઇમરાનભાઈ યુનુસભાઈ પીંજારા સ્લેબ અને સામાનમાં દબાઈ ગયો હતો અને દાઝી ગયો હતો.

બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ફાયર વિભાગના જવાનો દ્વારા રેહાનને બહાર કાઢીને સારવાર અર્થે બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન રેહાન નું મોત નિપજ્યું છે. રેહાનના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે બારડોલી ટાઉન પોલીસ વધુ તપાસ કરી રહી છે