સુરતનો બંગાળી સમાજ સુવેન્દુ અધિકારીને આપશે અનોખી ભેટ, મુખ્યમંત્રી માટે વિશેષ ફ્રેમ તૈયાર કરવામાં આવી

ઑલ ઈન્ડિયા સોની એસોસિએશન સુરત દ્વારા તૈયાર કરવામાં આવેલ આ વિશેષ ફ્રેમમાં પશ્ચિમ બંગાળના નક્શા સાથે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની તસવીર રાખવામાં આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Jun 2026 09:48 PM (IST)Updated: Sun, 14 Jun 2026 09:48 PM (IST)
surat-news-bengali-community-give-a-unique-gift-to-chief-minister-suvendu-adhikari
HIGHLIGHTS
  • બંગાળ આવનારા સમયમાં વિકાસના નવા આયામો સર કરશે

Surat: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, ત્યારે સુરતમાં વસતા બંગાળી સમાજ દ્વારા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને એક સ્પેશિયલ ફ્રેમ ભેટ સ્વરૂપે આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળના વિકાસ અને પ્રગતિ માટે શુભકામના સંદેશ

ઑલ ઈન્ડિયા સોની એસોસિએશન સુરત દ્વારા તૈયાર કરવામાં આવેલ આ વિશેષ ફ્રેમમાં પશ્ચિમ બંગાળના નક્શા સાથે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની તસવીર રાખવામાં આવે છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળની જનતા અને સરકાર પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરવાની સાથે રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે શુભકામનાઓનો સંદેશ પાઠવવામાં આવશે. ગુજરાતની માફક જ પશ્ચિમ બંગાળનો વધારે વિકાસ થાય અને રાજ્યની જનતાનું જીવન સ્તર ઊંચુ આવે તેના માટે આ ભેટ આપવામાં આવશે.

બંગાળ આવનારા સમયમાં વિકાસના નવા આયામો સર કરશે

આ અંગે સોની એસોસિએશનના સભ્યોના જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રીને અર્પણ કરવા માટે તૈયાર કરાયેલી ફ્રેમ પશ્ચિમ બંગાળના લોકો તેમજ સરકાર પ્રત્યે સન્માન વ્યક્ત કરવા આવશે. આગામી સમયમાં પશ્ચિમ બંગાળ પણ વિકાસની હરણફાળ ભરીને દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવશે.

માત્ર સુરત જ નહીં, પરંતુ દેશના વિવિધ ભાગોમાં વસતા બંગાળી સમાજના લોકો આ પહેલ સાથે જોડાઈ રહ્યા છે. આ સ્પેશિયલ ફ્રેમ ટૂંક સમયમાં યાદગીરી સ્વરૂપે મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવશે. જેને લઈને બંગાળી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ છે.

બંગાળમાં ભાજપને મત આપવા સુરતથી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને સત્તા પરથી ઉખેડી ફેંકવા માટે ભાજપ દ્વારા સુરતમાંથી પણ સ્ટ્રેટેજી ઘડવામાં આવી હતી. જે અંતર્ગત સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા શહેરના ટેક્સટાઈલ માર્કેટ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હજારો બંગાળીઓને સ્પેશિયલ ટ્રેનો દ્વારા વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવ્યા હતા.