સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાનો મામલો, નીલેશ કુંભાણીના ટેકેદારો સામે ફરિયાદ માટે CPને અરજી, અરજીમાં કલેક્ટરના નામનો પણ ઉલ્લેખ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 06 May 2024 05:48 PM (IST)Updated: Mon, 06 May 2024 05:48 PM (IST)
surat-news-application-to-cp-for-complaint-against-nilesh-kumbhanis-supporters

Surat News: સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા આ બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ દ્વારા હવે કાયદાકીય જંગ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા નીલેશ કુંભાણીના ટેકેદારો સામે ફરિયાદ માટે પોલીસ કમિશનરને અરજી કરી છે. તેમજ આ અરજીમાં ટેકેદારો ઉપરાંત સુરત કલેક્ટરનું નામ પણ લખવામાં આવ્યું છે.

સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી નીલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું પરંતુ તેઓના ટેકેદારોએ પોતાની સિગ્નેચર નહી હોવાનું જણાવતા નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરતમાં તેઓનો વિરોધ પણ થયો હતો બેનરો સાથે અને તેઓના નિવાસ સ્થાને પણ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના અશોકભાઈ પીંપળેએ સુરત પોલીસ કમિશ્નરને અરજી કરી છે. અરજીમાં નીલેશ કુંભાણીના ટેકેદાર રમેશભાઈ બાવચંદભાઈ પોલરા, જગદીશભાઈ નાનજીભાઈ સાવલિયા, ધ્રુવિન ધીરુભાઈ ધામેલીયા અને સુરતના કલેકટર ડો.સૌરભ પારધીનું પણ નામ લખવામાં આવ્યું છે.

આ અંગે અશોકભાઈ પીંપળેએ જણાવ્યું હતું કે સુરત લોકસભામાં ઉતર વિધાનસભાનો હું મતદાર છું, કોંગ્રેસનો કાર્યકર્તા છું, મને મારા મતદાનના હક્કથી વંચિત કરવામાં આવ્યો છે. એટલે આ ફરિયાદ મેં દાખલ કરી છે. આ ફરિયાદમાં નીલેશ કુંભાણીના જે ટેકેદારો છે તેનું કારણ દર્શાવીને ફોર્મ રદ કર્યું છે ફરિયાદમાં ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીને પણ સામેલ કર્યા છે. મેં અરજીમાં લખ્યું છે કે આ લોકોની સામે એફઆરઆઈ દાખલ કરે અને જે લાગતા વળગતા ગુનેગારો તેઓ બહાર આવે અને સત્ય પ્રજાની સામે આવે.

આ અંગે એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે અશોકભાઈ પીંપળેએ આજે લેખિત ફરિયાદ આપી છે. ફરિયાદમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીલેશ કુંભાણીનું જે ફોર્મ રદ કરવામાં આવ્યું અને રદ કરવાનું જે કારણ આપવામાં આવ્યું કે ટેકેદારોની સિગ્નેચરમાં વિસંગતા છે તો તે ખરેખર હક્કિત ખોટી હોવાના કારણે આ ફરિયાદ કરવામાં આવી છે. પ્રોપર હોમવર્ક કરીને પ્રોપર એપ્લીકેશન ઓફ માઈન્ડથી આ ફરિયાદ કરવામાં આવી છે કે આ તાત્કાલિક આ ફરિયાદને એફઆરઆઈમાં કન્વર્ટ કરવામાં આવે.

પોલીસ કમિશનરે જણાવ્યું છેકે, આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને આગળના સમયમાં જે પ્રકારની ગાઇડલાઇન્સ મળશે એ પ્રમાણે પગલા ભરવામાં આવશે.