Alpesh Kathiriya News: ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા કેસરિયો કરશે, ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 26 Apr 2024 12:45 PM (IST)Updated: Fri, 26 Apr 2024 12:45 PM (IST)
surat-lok-sabha-election-2024-aap-patidar-and-aap-leader-alpesh-kathiriya-and-dharmik-malaviya-will-join-bjp-soon

Surat Lok Sabha Election 2024: સુરતમાં ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા ભાજપ આવતીકાલે જોડાશે. બંને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં સુરત ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે. મહત્ત્વનું છે કે, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને આવતી કાલે સાંજે 8 કલાકે વરાછા મિની બજાર ખાતે કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, પાટીદાર આંદોલન બાદ ઉભરી આવેલા પાટીદાર આગેવાન તેવા ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયા કેસરિયો ધારણ કરશે. પાટીદાર આંદોલન બાદ આ બન્ને ભાજપ વિરુદ્ધના પક્ષોમાં જોડાયા હતા. પણ સુરત ખાતે નિલેષ કુંભાણીને લોકસભાની ટિકિટ મળ્યા બાદ આખો ખેલ બદલાઈ ગયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતમાં બનેલી ઘટનામાં આખા ઓપરેશનમાં હાર્દિક પટેલનો હાથ હોવાની ચર્ચા ચાલી રહી છે. પાટીદાર આંદોલન સમયે આ બન્ને હાર્દિક પટેલના સાથી હતા અને તેમને દક્ષિણ ગુજરાતની જવાબદારી આપવામાં આવી હતી. આ ઉપરાંત અલ્પેશ કથીરિયા પર પણ પાટીદાર આંદોલન સમયથી કેસ ચાલી રહ્યા છે. હવે બન્ને ભાજપ માટે કામ કરશે.