Surat News: સુરત જિલ્લામાં કોસંબા ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક ટ્રક અને એક લક્ઝરી બસ અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના કોસંબા ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર આજે સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં બે ટ્રેલર, એક ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં લક્ઝરી બસના એક મુસાફરનો હાથ કપાઈ ગયો હતો. જયારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.
અકસ્માતના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવેની સાઈડમાં ખસેડી ટ્રાફિક પુન: વ્યવસ્થિત કર્યો હતો.