Surat: અડાજણના 17 વર્ષીય ભવ્યએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લીધો, સતત 30 કલાક સુધી ઢોલ વગાડી બનાવશે રેકોર્ડ

ભવ્ય ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ અને વર્લ્ડ વાઈડ બુક ઑફ રેકોર્ડ્સ પોતાના નામે કરી ચૂક્યો છે. ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી એપ્રુવલ મળતા 4 દિવસમાં તૈયારીઓ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Jul 2025 07:22 PM (IST)Updated: Fri, 18 Jul 2025 07:28 PM (IST)
surat-news-adajan-bhavya-patel-to-set-guinness-world-records-by-playing-dhol-continuously-for-30-hours
HIGHLIGHTS
  • ભવ્યની શિક્ષિકા માતાએ ગર્વની ક્ષણ ગણાવી
  • કાલે 3 વાગ્યા સુધી સતત ઢોલ વગાડશે ભવ્ય

Surat: સુરતમાં રહેતો 17 વર્ષીય ભવ્ય પટેલ આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. તારીખ 18 થી 19 સતત 30 કલાક ઢોલ વગાડી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. બીજી તરફ દીકરો આ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો હોય માતાએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો 17 વર્ષીય ભવ્ય નિમેશભાઈ પટેલ સતત 30 કલાક ઢોલ વગાડીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યો છે. ભવ્ય ધો. 12માં અભ્યાસ કરે છે અને અગાઉ તે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે.

ભવ્ય પટેલની શિક્ષિકા માતા ભૂમિકાબેન પટેલે જણાવ્યું કે, 30 કલાક મેરેથોન ઢોલ વગાડવાનો રેકોર્ડમાં ભાગ લઇ રહ્યો છે. સતત 30 કલાક તેને બેસીને ઢોલ વગાડવાનો છે, જે 18 તારીખે સવારે 8 વાગ્યાથી શરુ કર્યું છે અને 19 તારીખે અંદાજીત 3 વાગ્યે સુધીમાં તે પૂર્ણ કરી દેશે. દીકરાની મ્યુઝીકની જર્ની સીનિયર કેજીથી શરુ થઇ હતી અને તબલા અને ડ્રમ માટે અમે ફક્ત પ્રોફેશલ શીખવાડ્યા હતા. અન્ય 27થી વધુ ઈન્સ્ટ્રુમેન્ટ એ જાતે શીખે છે.

naidunia_image

પહેલા મારું સપનું હતું કે હું પહેલા એને વર્લ્ડ વાઈડ રેકોર્ડ કરાવી દઉં, તો એ રેકોર્ડ લાસ્ટ જુલાઈમાં વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ કરાવ્યો. જે બાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરાવ્યો અને ત્યારે જ મને એવું હતું કે, અહિયાં સુધી તો પહોચ્યા હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કરાવીશ. એક જ વર્ષની અંદર એ મારું સપનું આજે અહિયાં પૂરું થવા જઈ રહ્યું છે. આજે તે રેકોર્ડ અટેમ્ટ કરી રહ્યો છે

વધુમાં તેમણે જણાવ્યું કે, અત્યારે હું ખુબ જ ગર્વ અનુભવી રહી છું. મને ખુબ જ આનંદ થાય છે. મારા પરિવારનો મને અને ભવ્યને ખૂબ જ સપોર્ટ છે. જયારે ગિનીસ બુક ઓફ રેકોર્ડનો વિચાર આવ્યો, ત્યારે એના જ એક મિત્રનો રેકોર્ડ હતો તો એણે મારી સાથે વાત કરી અને મેં પૂછ્યું કે, તમે આ રેકોર્ડ કરી રીતે અટેમ્ટ કર્યો હતો.

naidunia_image

મારી સાથે વાત થઇ હતી અને મેં ભવ્યને વાત કરી હતી તો ભવ્યને પણ એટલો જ રસ હતો તો ગુગલ પર એણે જોઈ લીધું કે, ક્યાં-ક્યાં રેકોર્ડ ગિનીસમાં થઇ ગયા છે અને કઈ-કઈ ગાઈડ લાઈન ફોલો કરવાની છે. આ ખૂબ હાર્ડ વસ્તુ છે પણ જો આપણે હિમ્મત ના હારીએ તો બધું જ શક્ય છે.

માત્ર 4 દિવસમાં ગત 15 તારીખે મને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું એપ્રુવલ આવી ગયું કે, 18 તારીખે તમારે ભાગ લેવાનો છે. આથી 4 દિવસની અંદર અમે વેન્યુ, ફૂડ અને ભવ્યની મેન્ટલી અને ફિજિકલ જેટલી પણ તૈયારી કરવાની હતી તે કરી હતી. અમને વિટનેસ જોઈએ જે 30 કલાક એ વિટનેસ ત્રણ-ત્રણ કલાકના સ્લોટમાં બેસી શકે અને એ પણ હાઈ ક્વોલીફાઈડ મ્યુઝીક ફિલ્ડમાં હોવા જોઈએ. આવા વીટનેસને રેડી કરવા માટે અને આ રેકોર્ડ અટેમ કરવા માટે ફક્ત 4 દિવસનો જ સમય મળ્યો હતો.