Surat: ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી

ભેસ્તાનમાં આવેલી મેડિકલ સ્ટોર્સમાં ડમી ગ્રાહક મોકલીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને SOG પોલીસની ટીમ ત્રાટકી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 20 Nov 2024 04:55 PM (IST)Updated: Wed, 20 Nov 2024 04:55 PM (IST)
surat-news-action-on-medical-stores-selling-intoxicating-syrup-without-doctors-prescription
HIGHLIGHTS
  • નશાકારક સીરપની 6 બોટલ અને ટેબલેટ મળી રૂ. 1500નો મુદ્દામાલ જપ્ત

Surat: સુરતના ભેસ્તાન વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેચિકલ સ્ટોર્સ પર SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતી સીરપની 6 બોટલ અને નશાકારક ટેબલેટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મળતી માહિતી મુજબ, સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરવામાં આવી હતી. ભેસ્તાન જીઆવ-બુડિયા રોડ સોમેશ્વર નગર પાસે આવેલા રાજ મેડિકલ સ્ટોર્સ પર SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી.

મેડિકલ સ્ટોર પર ડમી ગ્રાહક મોકલીને ટ્રેપ ગોઠવી હતી. જેમાં સંચાલક રાકેશ ભંવરલાલ પ્રજાપતિએ કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કર્યું હતું

જેથી SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દુકાનમાં રેડ કરી હતી અને ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી શિરપની 6 બોટલ અને નશાકારક ટેબલેટ મળી કુલ 1500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.