Surat: SMCના ફાયર વિભાગની લાલઆંખ: અપૂરતી ફાયર સિસ્ટમ ધરાવતી હોટલ-હોસ્પિટલ સહિત 11 ઈમારતોને સીલ માર્યું

શહેરના તમામ ઝોનમાં ઈન્સ્પેક્શન હાથ ધર્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 19 Nov 2024 06:33 PM (IST)Updated: Tue, 19 Nov 2024 06:33 PM (IST)
surat-news-smc-fire-department-seal-hotel-and-hospital-across-the-city

Surat: સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલ ઈમારત જેવી કે હોસ્પિટલ, હોટલ, જીમ, કોમર્શિયલ ઈમારત વિગેરે માં અપૂરતી ફાયર સિસ્ટમ હોય, ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તા.18/11/2024 ના રોજ રાત્રી દરમ્યાન જાહેર સલામતી ને ધ્યાને લેતા તાકીદ ની અસર થી સીલ કરવામાં આવેલ છે.

અઠવા ઝોન
(1) હેરિટેજ રૂમ્સ, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરત માં 08 રૂમ સીલ કરેલ.
(2) રાધે રાધે રૂમ, શોપ નં. S-7, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરત માં 04 રૂમ સીલ કરેલ.
(૩) ઓયો રૂમ્સ, શોપ નં. S-9, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરત માં 08 રૂમ સીલ કરેલ.
(4) હોટલ હેપ્પી સ્ટે, બીજો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરત માં 07 રૂમ સીલ કરેલ.
(5) સફળ રૂમ, S-1 થી S-9, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરત માં 08 રૂમ સીલ કરેલ.
(6) હેરિટેજ રૂમ્સ, શોપ નં.-8, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરત માં 0૩ રૂમ સીલ કરેલ.

ઉધના ઝોન-એ
(1) જન સેવા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, ઉધના, સુરત માં પહેલો અને બીજો માળ સીલ કરેલ.

સેન્ટ્રલ ઝોન
(1) માય ફિટનેસ જીમ, રેશમવાદ, સલાબતપુરા, સુરત ને સીલ કરેલ.

રાંદેર ઝોન
(1) હોટલ ગ્રીન ઓયો, 15 પવેલિયન , ઉગત - કેનાલ રોડ, જહાંગીરાબાદ સુરત ને સીલ કરેલ.
(2) રોયલ હોટલ, 15 પવેલિયન , ઉગત - કેનાલ રોડ, જહાંગીરાબાદ સુરત ને સીલ કરેલ.
(3) પાવર જીમ, 15 પવેલિયન , ઉગત - કેનાલ રોડ, જહાંગીરાબાદ સુરત ને સીલ કરેલ.

તા.18/11/2024 ના રોજ સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ  વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં કરવામાં આવેલ ઇન્સ્પેકશન અને નોટિસ ની વિગત.

(1) ઉધના ઝોન-એ :-
ઇન્સ્પેકશન-01, નોટિસ-01
(2) કતારગામ ઝોન :-
ઇન્સ્પેકશન-04, નોટિસ-04
(૩) સેન્ટ્રલ ઝોન :-
ઇન્સ્પેકશન-14, નોટિસ-14
(4) રાંદેર ઝોન :-
ઇન્સ્પેકશન-05, નોટિસ-04