Surat: ACBની સર્કલ ઑફિસરની ચેમ્બરમાં સફળ ટ્રેપ, મહિને 84 હજારનો પગારદાર રૂ. 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

કૃષ્ણકુમાર બનેસંગ ડાભીએ ફરિયાદી અસીલના જમીનના પ્લોટમાં જે માલિકીની નોંધ હોય તે નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે કાર્યવાહી કરવાના 10 હજાર રૂપિયા માંગ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Dec 2025 06:52 PM (IST)Updated: Wed, 24 Dec 2025 09:14 PM (IST)
surat-news-acb-held-circle-officer-while-taking-bribe-of-rs-10-thousands
HIGHLIGHTS
  • ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઑફિસર કૃષ્ણકુમાર 8 વર્ષથી ફરજ બજાવતો હતો

Surat: ઉધના મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા સર્કલ ઓફિસરને 10 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. સર્કલ ઑફિસરે જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે કરેલી અરજીની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ માંગી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક વ્યક્તિએ પોતાના અસીલ પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અરજી કરી હતી જે કાર્યવાહી કરવાના અવેજ પેટે ઉધના મામલતદારની કચેરી ખાતે સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (38)એ 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થતા ACBએ છટકું ગોઠવ્યું હતું અને અઠવા લાઈન્સ સ્થિત સર્કલ ઓફિસરની ચેમ્બરમાંથી જ આરોપીને ઝડપી પાડ્યો હતો. છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી 10 હજારની લાંચ સ્વીકારતા પકડાઈ ગયો હતો. સરકારી અધિકારી લાંચમાં ઝડપાતા ચકચાર મચી ગયી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મદદનીશ નિયામક આર.આર.ચૌધરીએ જણાવ્યું કે, ACBમાં ફરિયાદ મળી હતી કે ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીએ ફરિયાદી અસીલના જમીનના પ્લોટમાં જે માલિકીની નોંધ હોય તે નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે કાર્યવાહી કરવાના ૧૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી અને તે ૧૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે અને તેઓના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં જણાવ્યું હતું કે, લાંચીયો અધિકારી કૃષ્ણકુમાર 2017થી નાયબ મામલતદાર થરીકે ભરતી થઈને ફરજ બજાવે છે અને તેને માસિક 84 હજાર જેટલો પગાર મળે છે.